________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્ય ભરતના પાટવી રે, અઠ્ઠાઈ ધર્મના કામી રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ કામ રે મ૦ ૨ યુગ પ્રધાન પૂરવ ઘણી રે, વીરસ્વામી ગણાધાર રે, નિજ પિતુ મિત્ર પાસે જઇ રે, ચાચ્યાં ફૂલ તૈયાર રે. મ૦ ૩ વીસ લાખ ફૂલ લેઇને રે, આવ્યાં ગિરિ હિમવંત રે; શ્રી દેવી હાથે લીધો રે, મહા કમલ ગુણવંત રે. મ૦ ૪ પછી જિનરાગીને સોંપીચા રે, સુભિક્ષ નયર મોઝાર રે; સુગત મત ઉચ્છદીયો રે, શાસન શોભા અપાર રે. મ૦ ૫
ઢિાળ ૯ મી
(રાગ - મનના મનોરથ સવિ) પ્રાતિહારજ અડ પામીએ એ, સિદ્ધ પ્રભુના ગુણ આહ,
હરખ ધરી સેવીયે એ. જ્ઞાન દર્શન ચારિત્રના એ, આઠ આચારનાં પાઠ; હરખ૦
સેવો એવો પર્વ મહંત. હરખ૦ ૧ પવચણ માત અડસિદ્ધિનું એ, બુદ્ધિ ગુણ અડ દ્રષ્ટિ; હરખ૦ ગણિ સંપદ અલ સંપદા એ, આઠમી ગતિ દીએ પુષ્ટિ. હરખ૦ ૨ આઠ કર્મ અપ દોષને એ, અડ વિધ મદ પરમાદ; હરખ૦ પરિહરી આઠ કારણ ભજી એ, આઠ પ્રભાવક વાદ. હરખ૦ ૩ ગુર્જર દિલ્હી દેશમાં એ, અકબરશાહ સુલતાન; હરખ૦ હીરજી ગુરુનાં વચણથી એ, અમારિપડહ વિતાન. હરખ૦ ૪ સેનસૂરિ તપગચ્છમણિ એ, તિલક આણંદ મુણિંદ, હરખ૦ રાજમાન રિદ્ધિ લહે એ, સૌભાગ્ય લક્ષ્મી સૂરદ. હરખ૦ ૫ સેવો એવો પર્વ મહંત પૂજે જિનપદ અરવિંદ. હરખ૦ પૂરવ પુષ્ય સુખકંદ, હ. પ્રગટે પરમાનંદ હ. કહે એમ લક્ષ્મી સૂરિદ. હરખ૦ ૬
For Private And Personal Use Only