________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓગણીશ લાખને ગેસઠ,સહસ બસે સડસઠ્ઠ રે, પલ્યોપમ દેવનું આઉખું નવકાર કાઉસ્સગ્ગ જિદ્દ રે. પ્ર. ૩ એકસઠ લાખને પણતીસા, સહસ બસે દશ જાણ રે; એટલા પલ્યનું સુર આઉખું લોગસ્સ કાઉસગ્ગ માનશે. પ્ર. ૪ ધેનુ ચણ રૂપે રે જીવનાં, અચલ છે આઠ પ્રદેશ રે; તેહ પર સવિ નિર્મલ કરો, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ રે. પ્ર. ૫
ઢિાળ ૭ મી
(રાગ - જગજીવન જગવાહલો) સોહમ કહે જંબુ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનંત રે; વિનીત, અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચિયો સિદ્ધાંત રે. વિનીત,
પ્રભુ આગમ ભલો વિશ્વમાં. ૧ પટુ લાખ ત્રણસેં તેત્રીસ, એગુણસદ્દી હજાર રે; વિ. પીસ્તાલીશ આગમતણી, સંખ્યા જગદાધાર રે. વિ. પ્ર. ૨ આથમે જિન કેવલ રવિ, શ્રુત દીપકથી વ્યવહાર રે; વિ. ઉભય પ્રકાશક સૂત્રનો, સંપ્રતિ બહુ ઉપકાર રે. વિ૦ પ્ર૦ ૩ પુન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહે નવકાર રે; વિ. શુક્લ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સાર રે. વિ. પ્ર. ૪ વીરવર્ણન છે જેહમાં શ્રી પર્વે તસુ સેવ રે; વિ. છઠ્ઠ તપે કલ્પ સુણે મુદા, ઉચિત વિધિ તતખેવ રે. વિ. પ્ર. ૫
(ઢાળ ૮મી)
(રાગ - આંખડીયે રે મેં આજ) નેઉ સહસ સંપ્રતિ નૃપે રે, ઉદ્ધર્યા જેન પ્રાસાદ રે; છત્રીસ સહસ નવાં કર્યા રે, નિજ આયુ દિનવાદ રે; મનને મોદે રે, પૂજે પૂજી મહોદય પર્વ મહોત્સવ મોટે રે. ૧
For Private And Personal Use Only