________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીર પ્રભુનું ૨૦ ભવનું સ્તવન-પી.
દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. ૧ સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જો વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય. ૨ વીર જિનેશ્વર સાહેબો, ભમિયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૩
ઢિાળ પહેલી પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર; કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે, પ્રાણી ! ધરિચે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે,
પ્રાણી ! ધરિયે સમકિત રંગ ૧ મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય; દાન દેઈ ભોજન કરું રે, તો વંછિત ફળ હોય રે. પ્રાણી. ૨ મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ; પૂછે કેમ ભટકો ઇહાં રે? મુનિ કહે સાર્થ વિયોગ રે. પ્રાણી૩ હરખભેર તેડી ગયો રે, પડિલાન્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળાં કરું આજ રે. પ્રાણી ૪ પગવટીયે ભેળાં કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માગ સંસારે ભૂલા ભમો રે, ભાવ મારગ અપવર્ગ રે. પ્રાણી૫ દેવગુરુ ઓળખાવિયાં રે, દીધો વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે. પ્રાણી. ૬
For Private And Personal Use Only