________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છપ્પન કુમરી અમરી જલ કળશે નવરાવીઆ, નંદન તમને અમને કેલી ઘરની માંહી; ફૂલની વૃષ્ટિ કીધી રોજન એકને માંડલ, બહુ ચિરંજીવો' આશિષ દીઘી તુમને ત્યાંહી. હાલો૦ ૧૩ તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીઆ, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કોટી કોટી ચંદ્રમાં, વળી તન પર વારૂ ગ્રહગણનો સમુદાય. હાલો૦ ૧૪ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજપર અંબાડી બેસાડી હોટે સાજ પસલી ભરશું શ્રીફલ ફોફળ નાગરવેલશું, સુખલડી લેશું નિશાળીયાને કાજ. હાલો૦ ૧૫ નંદન નવલા હોટા થાશો ને પરણાવશું, વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખેસરખા વેવાઈ વેવાણોને પધરાવશું, વરવહુ પોંખી લેશું જોઈ જોઇને દેદાર. હાલો૦ ૧૬ પીચર સાસર હારા બેહુ પખ નંદન ઉજળા, મારી કૂખે આવ્યા તાત પનોતા નંદ; હારે આંગણે યુઠચા અમૃત દૂધે મેહુલા, હારા આંગણે ફલીઆ સુરતરૂ સુખના કંદ. હાલો૦ ૧૦ ઇણિ પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું. જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ બીલીમોરા નગરે વર્ણવ્ય વીરનું હાલરું, જય જય મંગલ હો દીપવિજય કવિરાજ. હાલો૦ ૧૮ ૧ કરતલ-હાથના તળીએ ૨. પગતલ-પગના તળીયાં, ૩ પખ-પક્ષ
For Private And Personal Use Only