________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોઝાર; પલ્યોપમ આયુ રચવી રે, ભરત ઘરે અવતાર રે. પ્રાણી છે નામે મરિચી ચૌવને રે, સંચમ લીચે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડિક શુભ વાસ રે. પ્રાણી૮ ૧. પગવાટી-પગદંડી, ૨ વિજોગ-વિયોગ
ઢિાળ બીજી નવો વેષ રચે તેણી વેળા, વિચરે આદિશ્વર ભેળા, જળ થોડે સ્નાન વિશેષ પગ પાવડી ભગવે વેષે. ૧ ઘરે ત્રિદંડ લાકડી હોટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થલથી વ્રત ધરતો રંગે. ૨ સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. ૩ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચિ નામ; વીર નામે થશે જિન છેલ્લાં, આ ભરતે વાસુદેવ પહેલાં. ૪ ચક્રવર્તિ વિદેહે શાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરિચીને પ્રદક્ષિણા દેતા નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુજાર્યવંત ગવાશો, હરિચક્રી ચરમ જિન થાશો નવિ વંદું ત્રિદંડિક વેષ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ ન માવે; હારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચકી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ હારું કહીશું; નાચે કુળમદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણ. ૮ એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯
For Private And Personal Use Only