________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વિભાગ-૫) ૦ વિવિધ પર્વોના સ્તવનો છે
| શ્રી પયુષણ પર્વના સ્તવનો : ૩
રીઝો રીઝો શ્રી વીર દેખી, શાસનના શિરતાજ; હરખો હરખો આ મોસમ આવી, પર્વ પર્યુષણ આજ. રી. ૧ પ્રભુજી દેવે પર્ષદામાંહે, ઉત્તમ શિક્ષા એમ; આળસમાં બહુ કાળ ગુમાવ્યો, પર્વ ન સાધો કેમ ? રી- ૨ સોનાનો રજકણ સંભાળે, જેમ સોની એક ચિત્ત; તેથી પણ આ અવસર અધિકો, કરો આતમ પવિત્ત. રી- ૩ જેને માટે નિશદિન રખડો, તજી ધરમના નીમ; પાપ કરો તો શિરપર બોજો,તો વ્યાજબી કિમ? રી૦ ૪ કોઈ ન લેશે ભાગ પાપનો, ધનનો લેશે સર્વ પરભવ જાતાં સાશ ધર્મનો, સાધો આ શુભ પર્વ. રી- ૫ સંપીને સમતાએ સુણજો, અઠ્ઠાઈ વ્યાખ્યાન; છઠ્ઠ કરજો શ્રી કલ્પસૂચનો, વાર્ષિક અઠ્ઠમ જાણ. રી- ૬ નિશીશમૂરની ચૂર્ણિમાંહે, આલોચના વખણાય; ખમીએ હોંશે સર્વ જીવને, જીવન નિર્મળ શાચ રી૦ ૦ ઉપકારી શ્રી પ્રભુની કીજે, પૂજા અષ્ટ પ્રકાર; ચેત્ય જુહારી ગુરુ વંદી, આવશ્યક બે કાળ. રી૦ ૮ પૌષધ ચોસઠ પ્રહરી કરતાં, જાયે કર્મ જંજાળ; પદ્મવિજય સમતા રસ ઝીલે, ધર્મે મંગળમાળ. રી- ૯
For Private And Personal Use Only