________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત બાર બહોંતેર વર્ષે, ધન્નો સંઘવી જેહ ! રાણકપુરે જિન દેહરાં કરાવ્યા, કોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં, હો! કુમતિo o સંવત તેર એકોતેર વરસે, સમરોશા ઓસવાળ; ઉધ્ધાર પંદરમો શત્રુંજય કીધો, અગીચાર લાખ દ્રવ્ય ખરચ્યો હો ! કુમતિ. ૮ સંવત સોલ વ્હોંતેર વરસે, બાદશાહને વારે; ઉધ્ધાર સોળમો શત્રુંજય કીધો, કરમાશાએ જશ લીધો. હો! કુમતિo ૯ જિનપ્રતિમા જિન સરખી જાણી, પૂજે ત્રિવિધ તુમે પ્રાણી ! જિન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચકજશની એ વાણી હો! કુમતિo ૧૦
શ્રી સિદ્ધપરમાત્માનું સ્તવન - ૨૬
(જીનજી ધ્યાવાજી મલ્લી જીનેસર) પરમ નિરંજન નાથ નમીજે, અવિકારી અવિનાશીજી; સહજાનંદ વિલાસી ચિદ્ધન, નિજગુણ રમણ ઉદાસી પ્રભુજી થાવુંજી, આતમતત્વ ઉજાસ એહથી પાવુંજી. પ્ર૦૧ કેવલજ્ઞાની કેવલદર્શી, અક્ષય અનંત સુખ ભોગીજી; સાયિક સમકિત સ્વરૂપ રમણતા, અક્ષરસ્થિતિ ગુણયોગી. પ૦૨ અરૂપી નિરંજન અગુરુલઘુતા, વીર્ય અનંત વિકાસજી; આત્મપ્રદેશ અવગાહન, નિજ સંપદ સુવિલાસ. પ્ર૦૩ બિહુ કાળના સવિ સુરગુણનું સુખ, વર્ગ અનંત કરાયજી; સિદ્ધ પ્રભુના સુખની આગળ, અનંત ભાગે નહિ થાય. પ્ર૦૪ કર્મ ઉપાધી નિવારીને પહોંચ્યા, અપુનર્ભવ શુભઠાણજી, સાતરાજ અળગા બેઠા પણ, રાખું મન શુભ ઝાણ. પ્ર૦૫ સિદ્ધસ્વરૂપ પરમેષ્ઠિ ગુણ, ગાતાં હર્ષ અપારજી; જિન ઉત્તમ પદ પદ્મ વંદનથી, રૂપવિજય ભવપાર. પ્રક
For Private And Personal Use Only