________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંહુગતે રડવડ્યો યોનિમાં આથડ્યો, પ્રાણીને દુખ દેઈ વૈર કીધા, કર્મ મૂકે નહિ કોઈને આપણું, બહુલ અવતાર સંસાર લીધા. છોડ. ૩ લાખ ચોરાશિ યોનિમાંહે બહુ ફર્યો, ચોનિયોનિ બહુ કષ્ટ પાયો; રાગને દ્વેષ અજ્ઞાનના ચોગથી, કામિની વિષયરસ અધિક કામ્યો છોડ૦ ૪ કોટિ આરંભ મેં ભર્મ ભૂલો ઘણો, કરમની જાલમાં નિબિડ બાંધ્યો; છોડ પ્રભુ માહરી કરમની ગાંઠડી ભાગ્યોગે કરી હૂંહિ લાધ્યો. છોડ૦ ૫ દાસ તાહરો હવે ચરણ મેં તુજ ગ્રહ્યા, જન્મ જાળ મુજ દૂર ટાળો; બિરૂદ તાહરો જસે ભગતવત્સલ તણો, એહની લાજ પ્રભુ આપ પાળો. છોડ૦ ૬ એકચિત્ત તુજ ભક્તિ જે આદરે, તું પ્રભુ તેહની ભગતે રીઝે, ઉદય નિત્ય આણ તુજ ચિત્તમાં ધારીને, સહજમાં મુક્તિના સુખ લીજે. છોડ છે
( ૨૫ શ્રી પ્રતિમા સ્થાપના સ્તવનો ભરદાદિકે ઉદ્ધારજ કીધાં, શરાજય મોઝાર; સોનાતણાં જેણે દહેરા બંધાવ્યા, રત્ન તણાં બિંબ સ્થાપ્યાં, હો ! કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી ? એ જિનવચને સ્થાપી. હો! કુમતિ ૧ વીર પછી બસેં નેવ વરસે, સંપ્રતિરાય સુજાણ; સવા લાખ જિન દહેરા કરાવ્યા, સવા ક્રોડ બિંબ સ્થાપ્યા. હો ! કુમતિ. ૨ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, સૂમેં શાખ ઠરાણી ! છઠ્ઠા અંગે એ વીરે ભાખ્યું, ગણધર પૂરે છે સાખી હો! કુમતિo 3 સંવત નવ ગાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ ! આબુ તણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ. ૪ સંવત અગીઆર, નવાણું વર્ષ, રાજા કુમારપાલ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યાં. હો! કુમતિ ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાલ તેજપાલ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગીયાર હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ ૬
For Private And Personal Use Only