________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• પ્રભુ દરિશન અનુભવ અમૃતરસ, સરસ સુધારસ ચાખી;
એહ મધુર આગે અધિક ન કાંઈ, દ્રાક્ષ સુધારસ સાખી ...૩ કઠિન કર્મના મર્મથી તાર્યા, સહેજે સુગુણ નરનાર; અમ સરીખા કહો કેમ વિસા, કીધા ના ભાવથી પાર. ...૪ મહરે ના કરો તો મૈત્રી ન રહે, નહિ અનાભોગ આચાર; દોષ અમારા ચિત્ત વિચાર્યા, તુમ તો નિષ્કારણ ઉપગાર. .૫ ત્રિકરણ ચોગે ત્રિગુણ અભેદે, તુમ આણા જિહાં હોય; જ્ઞાનવિમલ ગુણ ઉદય અહોનિશ, અંતર ભાવન હોય...૬
વિનતડી મન મોહન મારી સાંભળો, હું છું પામર પ્રાણી નિપટ અબુઝ જો; લાંબુ ટુંકું હું કાંઈ જાણું નહિ, ત્રિભુવન નાયક તાહરા ઘરનું ગુઝ જો. વિ૦ ૧. પહેલા છેલ્લા ગુણઠાણાનો આંતરો, તુજ મુજ માંહે આબેહુબ દેખાય જો; અંતર મેરૂ સરસવ બિંદુ સિંધુનો, શી રીતે હવે ઉભય સંઘ સંધાય જો. વિ૦ ૨ દોષ અઢારે પાપ અઢારે તેં તજ્યા, ભાવ દશાપણ દૂરે કીધી અઢાર જો; સઘળા દુર્ગુણ પ્રભુજી મેં અંગી કર્યા, શી રીતે હવે થાઉ એકાકાર જો. વિ૦ ૩. ત્રાસ વિના પણ આણા માને તાહરી, જડ ચેતન જે લોકાલોક મંડાણ જો; હું અપરાધી તુજ આણા માનું નહિ, કહો સ્વામિ કિમ પામું પદ નિવણ જો. વિ૦ ૪ અંતરમુખની વાતો વિસ્તારી કરું પણ ભીતરમાં કોરો આપો આપ જો; ભાવ વિનાની ભક્તિ લખી નાથજી, આશિષ આપો કાપો સઘળા પાપ જો. વિ૦ ૫ યાદશ આણા સુક્ષ્મતર પ્રભુ તાહરી, તાદશ રૂપે મુજથી કદી ન પળાય જો; વાત વિચારી ચિન્તા મનમાં મોટકી, કોઈ બતાવો સ્વામિ સરળ ઉપાય છે. વિ૦ ૬ અતિશય ધારી ઉપકારી પ્રભુ તું મળ્યો, મુજ મન માંહે પૂરો છે વિશ્વાસ જો; ધર્મરત્ન ત્રણ નિર્મલરત્ન આપજો, કરજો આતમ પરમાતમ પ્રકાશ જો. વિ. ૭
For Private And Personal Use Only