________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ જીવન પ્રભુ હારા, અબોલડાં શાનાં લીધાં છે રાજ; તમે અમારા અમે તમારા, વાસ નિગોદમાં રહેતા. અબોલડાં. કાલ અનંત સનેહી પ્યારા, કદીય ન અંતર કરતા; બાદર સ્થાવરમાં બેહુ આપણ, કાલ અસંખ્ય નિગમતા. અબો. ૨ વિકલેન્દ્રિયમાં કાલ સંખ્યાતા, વિસર્યા નવિ વિસરતા; નરકસ્થાને રહ્યા બેહુ સાથે, તિહાં પણ બહુ દુઃખ સહતાં. અબો૦ ૩ પરમાધામી સનમુખ આપણ, ટગ ટગ નજરે જોતાં; દેવના ભવમાં એક વિમાને, દેવના સુખ અનુભવતાં. અબો. ૪ એકણ પાસે દેવશય્યામાં, રોઈ રોઈ નાટક સુણતાં; તિહાં પણ તમે અને અમે બેઉ સાથે, જિન જન્મ મહોત્સવ કરતા. અબો. ૫ તિર્યંચ ગતિમાં સુખદુઃખ અનુભવતા, તિહાં પણ સંગે ચલંતા; એક દિન સમવસરણમાં આપણ, જિનગુણ અમૃત પીતા. અબો૦ ૬ એક દિન તમે અને અમે બેઉ સાથે, વેલડીએ વળગીને ફરતા; એક દિન તમે અને અમે બેઉ સાથે, ગેડી દડે નિત્ય રમતા. અબોવે છે તમે અને અમે બેઉ સિદ્ધ સ્વરૂપી, એવી કથા નિત્ય કરતાં; એક કુલ એક ગોત્ર એક ઠેકાણે, એક જ થાળીમાં જમતા. અબો. ૮ એકદિન હું ઠાકોર તમે ચાકર, સેવા માહરી કરતા; આજ તો આપ થયા જગ ઠાકોર, સિદ્ધિ વધૂના પનોતા. અબો. કાલ અનંતનો સ્નેહ વિસારી, કામ કીધાં મનમગતા; હવે અંતર કેમ કીધું પ્રભુજી, ચૌદ રાજ જઈ પહોંતા. અબો. ૧૦ દીપવિજય કવિ રાજ પ્રભુજી, જગતારણ જગનેતા; નિજ સેવકને યશપદ દીજે, અનંત ગુણી ગુણવંતા, અબો. ૧૧
For Private And Personal Use Only