________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા... જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાન તણા બહુમાન સલુણા.. ૨ જ્ઞાન વિના આડંબરી રે, પામે જેમ અપમાન સલુણા... કપટક્રિયા જનરંજની રે, મનવૃત્તિ બગધ્યાન સલુણા. ૩ મત્સરી ખરમુખ ઉવલે રે, કરતા ઉગ્ર વિહાર સલુણા.. પાપભ્રમણ કરી દાખીચા રે, ઉત્તરાધ્યયન મોઝાર સલુણા... ૪ જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીને પાસ સલુણા.. શ્રી શુભવીરની વાણીએ રે, શીવકમળા ધરવાસ સલુણા... ૫
વિનતી કૈસે કરેં સાંઈ મોરા.. વિનતી કૈસે કરૂં... ભક્તિમાર્ગ છે દોહીલડો, કિમ મન સ્થિર કરૂં... વિનતી. ૧ કાલ અનાદિ વહો મેરો તુમ વિણ, ભવવન માંહે ફીરૂં.. વિનતી. ૨ અબ તો ત્રિભુવન નાચક પેખ્યો, હરખે પાય પડું. વિનતી. ૩
ક્ય ફરી મળશો તેહ તો બતાવો, અવળો નહિ જગરૂ... વિનતી. ૪ દરિશન પીડ હૈ ચરણ તુમન કો, પરિચય તાસ કરું... વિનતી. ૫ જ્ઞાનવિમલ ગુણગણ મોતનકો, કંઠ સે હાર ધરૂં.... વિનતી. ૬ તેરે અનુભવ ચરણ વહાણસે, ભવજલ રાશિ તરૂં... વિનતી. ૭
(૨૦) (રાગ- મુજ પાપીને તું તાર..) મુજને ચિત્તમાં અવધાર હો પ્રભુજી: મુજને ચિત્તમાં અવધાર વિલંબ કિડ્યો છે અનંત શક્તિને, બાહ્ય ગ્રહીને મને તાર;
હો પ્રભુજી ...૧ એ નિર્દભી દાસ છે આપનો, સ્વયંમુખે એમ કહી ભાખ; માહરે એક તું હી પણ તુજને, મુજ સરિખા કેઈ લાખ ...૨
For Private And Personal Use Only