________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનરાજ જગત હિતકારી, મૂર્તિ મોહનગારી રે, સકલકલાપૂરણ શશીની પરે, હું જાઉં બલિહારી રે..૧ દેહ સુગંધી રૂપ અનુપમ, અનુત્તર સુર છબી હારી રે, કમળસુગંધી શ્વાસ મનોહર, દ્રષ્ટિ સુધારસ ક્યારી રે...૨ તિન લોકમાં જાસ ન ઉપમા, જગદોત્તમ જયકારી રે, ચોવને ઇન્દ્રિય જયો થીર આસન, તત્વરૂચી સૂચી ધારી રે.. ૩ ભોગ કરમ ને રોગ તણી પરે, ભોગવે રાગ નિવારી રે, પરવાલા પરે બાહ્યરંગ ધરે, પણ અંતર અવિકારી રે..૪ હવે જગદીશ્વર દીક્ષા અવસર, જુએ અવધિ સંભારી રે, નવ લોકાંતિક સુર તિહાં આવી, કરે વિનંતિ મનોહારી રે ...૫ જય જગદીશ્વર જગદાનંદન, ધર્મ તીરથ વિસ્તારી રે, મોક્ષમારગ સુખસાગર માંહી, ઝીલાવો નરનારી રે ...૬ ધર્મપ્રભાવના કારણ જગપુર, અનુકંપા દિલધારી રે, વરસીદાન દીચે જગદીશ્વર, દારિદ્રયરોગ નિવારી રે ...૦ શ્રી જિન હાથે દાન ગ્રહે જે, ભવ્ય તેહ નરનારી રે, પ્રભુ કર પદ્મ ધરે જસ ઉપર, તે ચિદ્રુપના ધારી રે ...૮
(૧૮) શ્રુતજ્ઞાનાવરણી તણો, તું પ્રભુ તારણહાર !!! ક્ષણમેં શ્રુતકેવલી કર્યા, દેઈ ત્રિપ ગણધાર !!! ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા... તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફોક સલુણા... ૧
For Private And Personal Use Only