________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેહ અનંગ કિયો ચકચૂરણ, એ અતિશય તુજ ભારી રે થાશું...૩ તે સાચુ જિમ નીર પ્રભાવે, અગ્નિ હોત સવિ છારી રે થાશું...૪ પણ વડવાનલ પ્રબલ જબ પ્રગટે. તબ પીબત સવિ વારી રે થાશું... ૫ એણી પેરે તેં અતિ દહવટ કીનો, વિષય અરતિ-રતિ વારી રે થાશું...૬ નવિમલ પ્રભુ તું હિ નીરાગી, હોટો મહા બ્રહ્મચારી રે થાશે...૦
(અર્વાચિન હોવાની સંભાવના છે) મારી નાવલડી મઝધાર, તારો પ્રભુ એક જ છે આધાર, શાસન પામી તાહરૂં રે, ચિત્તા નહિ તલભાર, પૂરવના કોઈ અઢળક પુન્ય, દીઠો તુમ દેદાર. તારો. ૧ કાળ અનાદિની અંતરની, પ્રભુ વાત સુણાવું હું નાથ, કૃપા કરીને તું સાંભળજે, નથી બીજો સાંભળનાર તારો, ૨ દેવ નરકને મનુષ્ય-તિર્યંચમાં, દુઃખ સહ્યાં વારંવાર, વિષય કષાયમાં મસ્ત બનીને, ફૂલ્યો હું ફૂલણહાર. તારો૦ ૩ વાણી વિલાસો ને વિષય વિકારો, કાચા કુડુ કરનાર, ઇન્દ્રિયોની પ્રભુ વાસના ભૂંડી, લપટાણો તારણહાર. તારો. ૪ ક્રોધ કરીને માની બનીને, કપટ કીધા બહુવાર, સહુથી ભૂંડો લોભ ચંડાલ જે, પાપો કરાવે અપાર. તારો પ તું વિતરાગી ને હું અનુરાગી, ભક્તિ કરું ભારોભાર, ભ્રમર ઇલિકા ન્યાયે પ્રભુજી, દઇશું તુમ સમ નાથ. તારો૬ શાન્ત મુદ્રા તારી મુખની સુંદર, અખીયન છે અવિકાર, સવિકારી અમે આવ્યા શરણે, તાર તાર મુજ તાર. તારો છે મનમોહન પ્રભુ અરજ અમારી, સુણો ને આ વાર, “સુયશ' માગે સેવા તુમારી, તરવા ભવજલ પાર. તારો૮
For Private And Personal Use Only