________________
Shri Mahavir Jain Aradhana Kendra
******
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+++
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તુતિ
* ૧૫
જેના સ્મરણથી જીવનના, સંકટ બધા દૂરે ટળે, જેના સ્મરણથી મન તણાં, વાંછિત સહુ આવી મળે; જેના સ્મરણથી આધિ વ્યાધિ ને, ઉપાધિ ના ટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના, ચરણમાં પ્રેમે નમું...૧
વિઘ્નો તણા વાદળ ભલે, ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિના કંટક ભલે, ચોમેર વેરાઈ જતાં; વિશ્વાસ છે જસ નામથી એ દૂર ફેંકાઈ જતાં. એવા ૦ ૨ ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં, વિખ્યાત મહિમા જેહનો, અદ્ભુત છે દેદાર જેહના,દર્શનીય આ દેહનો; લાખો કરોડો સૂર્ય પણ જસ આગળે ઝાંખા ઠરે.એવા૦ ૩ ધરણેન્દ્રને પદ્માવતી જેની સદા સેવા કરે, ભક્તો તણાં વાંછિત સઘળા,ભક્તિથી પૂરા કરે; ઇન્દ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો, જાપ કરતા જેહનો એવા૦ ૪
જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા, જેના ન્હવણથી યાદવોના રોગ રે ભાગતા; જેના ચરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા. એવા ૦૫
For Private And Personal Use Only
બે કાને કુંડલ જેહને માથે મુગટ બિરાજતો, આંખો મહિ કરૂણા અને નિજ હૈયે હાર બિરાજતો; દર્શન પ્રભુનું પામી મનનો મોરલો મુજ નાચતો એવા ૦૬ ૐ હ્રીઁ પદોને જોડીને શંખેશ્વરાને જે પે, ધરણેન્દ્ર પદ્માવતી પૂજિત, શંખેશ્વરાને જે પે; જનમો જનમના પાપને સહુ અંતરાયો તસ તૂટે. એવા ૦૭
કલિકાલમાં હાજરાહજુર દેવો તણા યે દેવ જે, ભક્તો તણી ભવ ભાવઠોને ભાંગનારા દેવ જે; “મુક્તિકિરણ”ની જ્યોતને પ્રગટાવનાર દેવ જે. એવા૦ ૮ +++++++++++++