________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધર સ્વામી સ્તુતિ ક્યારે અમારું, ભાગ્ય એવું જાગશે અમે આવીશું, મહાવિદેહ ક્ષેત્રે આવીને નજરે તને નિહાળીશું, અદ્ભુત તારું રૂપ ને અદ્ભુત તુજ સ્વરૂપ છે, કરૂં વંદના ઉઠી નિત્ય પ્રાતઃ શ્રી સીમંધર સ્વામીને ૧ હું ભારતમાં તું મહાવિદેહે, આંતરૂં વચમાં ઘણું, સંદેશ શે' પહોંચાડવો, મુંઝાય મારું મન ઘણું, તુજકાય પાંચસો ધનુષ્યની, હું સાવ લાગું પાંગળો. કરું ૦ ૨ છે ધન્ય ત્યાનાં લોકને, એ ધન્ય વળી એ ધરતીને, પગલા પડે જ્યાં તાહરા, નિત્ય થાય દર્શન તેહને, તુજ પાસે આવું ઉડીને, પણ પાંખ મુજ પાસે નથી. કરું ૦ ૩ ત્રણ ગઢ રચે તુજ દેવતાઓ, રત્ન રજત સુવર્ણના, બે પ્રહર ચાલે દેશના, સહુ સાંભળે થઈ તન્મના, સિંહનાદ જેવી દેશના સુણી, કૈંક ભવ્યો ભવ તર્યા.કરું ૦ ૪
( અરિહંત વંદનાવલિ જન્મ અવસ્થા જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારણા; ને જન્મતા પહેલાં જ ચોસઠ, ઇન્દ્ર જેને વંદતા; એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૧ મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણલોકમાં, મહાસૂર્ય સમ પ્રકાશતા; જે જન્મકલ્યાણક વડે સૌ, જીવને સુખ અર્પતા. એવા. ૨
For Private And Personal Use Only