________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ્રી આદિનાથ પરમાત્માની સ્તુતિ. જેને નમે ભક્તો સદા, નિજ હૃદય ભાવો જોડીને, જેને નમે ઇન્દ્રો નરેન્દ્રો, હાથ જોડી જોડીને; મુજ હૃદયના છો નાથ, આદિનાશ હું તમને સ્તવું, કરું નમન આદિ જિનચરણમાં, પ્રાર્થના પ્રેમ કરું ? જગનાશ જગદાધાર આદિનાશ તું ત્રિભુવન ધણી, તુજદ્વારે આવી હું ઊભો કહું, વેદના મુજ મન તણી; કરૂણા કરી સુણજો હવે, જરી નજર કરો મુજ ભણી. કરું ૦ ૨ સંસાર ઘોર અપાર છે, પ્રભુ આપ મુજને ઉધ્ધર, ઉત્તલ કરી મુજ આત્મધરને, આપ તેહમાં ઉતરો; પાપી અધમ અજ્ઞાન મુજને, આપ પ્રભુ પાવન કરો. કરું ૦ ૩ મુજ આત્મધર સુનકાર ભાસે, આપના દર્શન વિના, દર્શન થતાં જિનવર તમારું, થાય મુજ નયણાં ભીનાં; મુજ ભૂલ બધી ભૂલી જજે, રહી ના શકું હું તમ વિના. કરું ૦ ૪ પડછંદ તારા દેહની જયારે કરું હું કલ્પના, નહિ કોઈ સાશ કરી શકું, ત્યારે પ્રભુ તુજ તુલના, ઉંચા હિમાલચ આગળ હું, કીડી જેવો દીસતો કરું ૦ ૫ ત્રણ ભુવનમાં પ્રભુ તુજ સમો, નહિ દેવ દૂજો દીસતો, ઉદ્ધાર નહિ મુજ તુજ વિના, તું એક વિસવાવીસ તો; પાપી અધમ અજ્ઞાન છું, માંગુ છતાં આશિષ તો કરું ૦ ૬ શરણું ગ્રહું, જેણે જીવનમાં, આપનું સદ્ભાવથી, ભવજલ તરી પહોંચી ગયા, મોક્ષે બહુ સહેલાઈથી; લેવા શરણ આવ્યો ચરણમાં શરણ દેજો જલ્દીથી. કરું ૦ ૦ મેં મારી વાત કહી તને કહેવાય એવી જ હતી, બાકી બધું તું જાણતો, છાનું કશું તુજથી નથી; માંગું છું “મુક્તિ તણું કિરણ” આપો એ મુજ પાસે નથી કરું ૦ ૮
For Private And Personal Use Only