________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| શ્રી શત્રુંજ્યગિરિરાજ સ્તુતિ તીશ જગતમાં કૈક છે, તીર્થો તણો તોટો નથી, શાશ્વત ગિરિ શ્રી સિદ્ધગિરિ છે, ક્યાંચ તસ જોટો નથી; કોડો મુનિ મોક્ષે ગયા લઈ શરણ આ ગિરિરાજનું ધરું ધ્યાન ગિરિશણગાર, જગદાધાર આદિ જિણંદ હે ૦ ૧ | શ્રી સિદ્ધિગિરિ શાશ્વતગિરિ વળી પુંડરિક ગિરિ નામ છે, પુષ્પદંત ગિરિ ને વિમલગિરિવર, સુરિગિરિ જસ નામ છે, ગિરિરાજ શત્રુંજ્ય સહિત જસ એક શત અષ્ટ નામ છે. ધરું ૦૨ સૌરાષ્ટ્રમાં ગિરિરાજ છે, ગિરિરાજ પર જિનરાજ છે, પાપી અધમ છું તોય, મુજને તરી જવાની આશ છે, મેં સાંભળ્યું છે, તીર્થ આ ભવજલધિમાંહી જહાજ છે. ધરું ૦ ૩ ત્રણ ભુવનના શણગાર એવા, વિમલ ગિરિવર ઉપરે, ત્રણ જગતના તારક બિરાજે, આદિ જિનવર મંદિર, અદ્ભુત જ્યોતિ ઝળહળે જે જોઈ દેવો પણ ઠરે. ધરું ૦ ૪ શ્રી વિમલગિરિ તીર્થેશ, આદિનાથનું ધરે ધ્યાન જે, ષટ્ મહિના-લાગલગાટ પામે દિવ્યતેજ પ્રકાશ તે, ચક્રેશ્વરી તસ ઇષ્ટ પૂરે, કષ્ટ નષ્ટ કરે સદા. ધરું ૦ ૫ ભક્તો તણી ભીડમાં પ્રભુ મુજને ન તું ભુલી જતો, દૂર દૂરથી તુજને નિરખવા, આશ લઈ હું આવતો, ક્ષણવાર પણ તુજ મુખના દર્શન થતાં હું નાચતો, ધરું ૦ ૬ હે નાથ ! તારું મુખડું જોવા નયન મારા ઉલ્લસે, હે નાથ તારા વચણ સુણવા શ્રવણ મારા ઉલ્લાસે; હે નાથ તુજને ભેટી પડવા, અંગ અંગ સમુલ્લસે. ધરું ૦ ૦ કલિકાળમાં અદ્ ભુત જોઈ દિવ્યત જ પ્રભાવને, ભગવાન, માંગુ એટલું, ભવોભવ મળો ભક્તિ મને; તુજ ભક્તિથી “મુક્તિકિરણ”ની જ્યોત જાગો અંતરે. ધરું ૦ ૮
For Private And Personal Use Only