________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પ્રભુએ ભર ચવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના તારક તે જીનદેવ ચરણમાં, હો સદા વંદન. ૩૦
ક્યારે પ્રભો નિજ દેહમાં પણ, આપ બુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ, વિવેકને ચિત્તો સજી, સમ શ૭ મિત્ર વિષે બની, ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંચમે, ક્યારે પ્રભો આનંદશી. ૩૮ અંતરમાં છે એક ઝંખના, તારા જેવા શવાની, રાગી મટીને તારા જેવા, વીતરાગી બનવાની, પણ રાગાદિ વિષય કષાચના, બંધનમાં જકડાયો, કરૂણા સાગર કરૂણા લાવી, બંધન મુક્ત બનાવો. ૩૯ પ્રભુજી મેં તુજ પાલવ પકડ્યો, હવે કદિ નહીં છોડું રે તારા દર્શન કરવા માટે, નિત્ય સવારે દોડું રે, દર્શન દર્શન કરતો પ્રભુજી, આવ્યો તારા દ્વારે રે પાર્શ્વનિણંદનું મુખડું જોતા આનંદ, અતિ ઉભરાય રે. ૪૦ શ્રી સિદ્ધાચલ નયને જોતાં, હૈયું મારૂં હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો, સુણતા મનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરી દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવો ભવ બંધન દૂર ટળે. ૪૧ શક્તિ મળે તો મુજને મળજો, જિનશાસન સેવા સારૂ ભક્તિ મળે તો મુજને મળજો, જિનશાસન લાગે પ્યારૂ મુક્તિ મળે તો મુજને મળજે, રાગદ્વેષ અજ્ઞાન થકી. ભવોભવ તુજ શાસન મુજ મળજો, એવી શ્રદ્ધા થાય નક્કી. ૪૨ સુચ્ચા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કોક ક્ષણે હે જગત બંધુ ચિત્તામાં ધા નહિ ભકિત પણે. જનમ્યો પ્રભુ તે કારણે, દુઃખ પાત્ર આ સંસારમાં આ ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. ૪૩
For Private And Personal Use Only