________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પરિણતિમાં હું પ્રભુ ભમીયો, કાળ અનંતો બહુભારી, દેહાધ્યાસથી છોડાવવાને, આપ મળ્યા છો ઉપકારી. ૩૧ તું છે માતા તું છે પિતા, તું હિ જગનો નેતા ઘોર ભયંકર કમ સામે, તું છે સફળ વિજેતા, તું છે દાયક તું છે રક્ષક, તું શિવપુરનો સાથી, ગુણ અનંતનો છે તું સાથી, પામી શકું હું ક્યાંથી ? ૩૨ ખાતા પિતા ઉઠતાં બેસતાં, તુજ નામ મંત્ર હૃદયે વસજો શ્વાસે શ્વાસે રોમે રોમે, મુજ અંતરભીતર રહેજો ક્ષણ ક્ષણ સમરૂં પળ પળ સમરૂં, એક તાન આવી મળજો. અષ્ટકર્મનો અંત જ થાઓ, એવી આશા મુજ ફળજો. ૩૩ સ્વાર્થ ભર્યા સંસારમાં કાંઈ, સાર દેખાતો નથી, તારા શરણ વિના હવે, ઉદ્ધાર સમજાતો નથી, હું અજ્ઞાની આતમા, ભટકી રહા સંસારમાં, જ્ઞાન જ્યોત પ્રગટાવ મુજમાં, આવ્યો તુજ દરબારમાં. ૩૪ દુષ્કર છે આ ભવસાગરનો, દૂર દૂર કિનારો, ડૂબી જાવું ના જો જે ભગવંત, હાથ પકડજે મારો, તારા શરણે આવેલાને, મળે નહિ જાકારો, તુજ જીવનમાં મૂકી દીધો મેં, અંતરનો એક તારો. ૩૫ આત્મા તણા આનંદમાં, મશગૂલ રહેવા ઇચ્છતો, સંસારના દુઃખ દર્દથી, ઝટ છૂટવાને ઇરછતાં, આપો અનુપમ આશરો, પ્રભુ દીનબંધુ દાસને, શરણે હું આવ્યો આપના, તારો પ્રભુ તારો મને. ૩૬ જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્ન ને અમી ભરી, દ્રષ્ટિ દુઃખો કાપતી
For Private And Personal Use Only