________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતાં નિવારૂં તો ય પણ, દરરોજ દોડી જાય છે, તેને તમે અટકાવજો, દિલડું અપાર દુભાય છે. ૨૫ સંસાર સાગરને તરેલા, પૂજય પ્રભુજી આપને, જોતાં ભવે વસવા રતિ, જરી ના રહે આ દાસને, પણ શું કરું આ ઘોર આંતર, શત્રુઓ કનડે મને તે જુલ્મ જે અટકાવશો તો નાથ આવીશ તુજ કને. ૨૬ વીતરાગ બહુ તિર્થો ભમ્યો હું આપ તારક જાણીયા, બીજા અનેરા દેવ રાગાદિક દોષ પિછાણીયા, તેથી જ તારા ચરણ વળગ્યો, નાથ અલગો નવ કરો, તારો ઉતારો પાર એક જ, નારા તાહરો આશરો ૨૦ રાગ દ્વેષ પર વિજય વર્યા છો. અમને વિજયી ફરજો, ભવ સાગરને તરી ગયા છો, અમને ભવ પાર કરજો, કેવલજ્ઞાન લહ્યું છે આપે, અમને જ્ઞાની કરજો, સર્વ કર્મથી મુક્ત બન્યા છો, અમ બંધનને હરજો. ૨૮ બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે, જ્યારે દીધી દેશના, ત્યારે હું નિર્માગી દૂર વસીયો, જે મેં સૂણી લેશ ના, પંચમ કાળ કરાળમાં પ્રભુ તમે, મુક્તિ રૂપે છો મલ્યા, મારે તો મુજ આંગણે સુરતરૂ, સાક્ષાત્ આજે ફલ્યા. ૨૯ નથી ગમતાં સ્નેહી સંબંધો, મોજશોખ નથી ગમતા, નથી ગમતાં માન પાન વળી, ખાન પાન નથી ગમતાં ગમે છે માત્ર હે વીતરાગી, તારા જેવા થવાનું, રાગદ્વેષના નીકટ બંધનથી, શી રીતે છૂટવાનું ? ૩૦ શુદ્ધ નિરંજન પૂર્ણાનંદી, અલખ અગોચર અવિકારી, આવ્યો છું દાદા તારા શરણે, બોધિબીજ ધો સુખકારી,
For Private And Personal Use Only