________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીતરાગ તારા દર્શને, આવ્યો છું હું શુભ ભાવથી, લાવ્યો છું ભક્તિ ભેંટણું, સ્વીકારજો શુભ ભાવથી, ધન્ય ઘડી આ ધન્ય દિવસે, આવ્યો હું તારી કને, કર જોડીને વિનવું વિભુ, તારો પ્રભુ તારો મને. ૧૯ આ સંસારે ડૂબી રહ્યો છું, નદી કિનારો મળતો, સુમતિ આપો કુમતિ કાપો, ભવજલ પાર ઉતારો, કેટલા ભવ મેં કર્યા પ્રભુજી, કેટલા ભવ હવે કરવાના, આ ભવ તાહરૂં શરણું મળ્યું છે, ભવથી પાર ઉતરવાના ૨૦ મૂરતિ અલૌકિક નીરખી તારી, નયન યુગલ મુજ ઠરે, અમૃત જેવી વાણી તારી, સુણી મારૂં ચિત્ત ઠરે, રાજ્ય લેવા શિવનગરનું, હું આવ્યો અહીં તારી કને, કૃપા કરીને હે વીતરાગી, આપો પ્રભુ આપો મને. ૨૧ પરમ કૃપાળુ હે પરમેશ્વર ! પાવન કરજો હે સ્વામી, ભવ વનમાં હુ ભૂલો પડ્યો છું, શિવ નગરીનો હું કામી, માર્ગ બતાવો હે જગદીશ્વર ! જીવન મારું વીતી રહ્યું, શરણ આપજો દુઃખ કાપજો, અંતર મારું રડી રહ્યું. ૨૨ જનને સુખનો રાહ બતાવી, કહેવાયા છો જગબંધુ, દીનોના ઉધ્ધારક માટે, આપ બન્યા છો દીનબંધ, તારે પનિત પગલે ચાલી, તરવો મારે ભવસિંધ, અભિલાષા અંતરની એવી, અર્પો અમને જ્ઞાનબિંદુ. ૨૩
જ્યાં નિત્ય સાચી પૂર્ણ શાંતિ તેવા મુક્તિ સ્થાનને, શોભાવનારા સાત રાજના, દૂર છો આ ભક્તને, હે નાથ લૂણતાં આપને, આનંદ ઉછળે બહુ મને, તેથી જ જાણું હૃદયમાં, પ્રત્યક્ષ ઉભા આપને. ૨૪ જીમ ભૂંડ અશુચિ સ્થાન કે, દોડે જ નીજ અભ્યાસથી, ચલચિત્ત દોડે તેમ વિષચમાં, ભૂરી ભવ અભ્યાસથી,
For Private And Personal Use Only