________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતે આવ્યો તુજ શરણે હું, હે પ્રભુ લેને તારી, ભવજલમાં ડુબતી નૈયા, હે વિભુ તેને ઉગારી. ૧૨ શક્યતા તુજમાં ઘણી, પણ ભવ્યતા મુજમાં નથી, દિવ્યતા તુજમાં ઘણી, પણ યોગ્યતા મુજમાં નથી, ધૈર્યતા તુજમાં ઘણી, પણ નમ્રતા મજમાં નથી, તેથી કરી ભવસાગરે, રખડી રહતો હે નાથજી. ૧૩ ભલે કાંઈ મુજને ના મળે, બસ તું મળે તો ચાલશે, ભલે આશ મુજને ના ફળે, બસ તું મળે તો ચાલશે, વિશ્વાસ કીધો વિશ્વમાં, વ્હાલા જિનેશ્વર આપશી, છૂટવા મથું છું અંતરે, ભવોભવ તણા સંતાપથી. ૧૪ સાગર દયાનો છો તમે, કરૂણા તણા ભંડાર છો, અમ પતિતોને તારનારા, વિશ્વના આધાર છો, તારે ભરોસે જીવન નૈયા, આજ મેં તરતી મૂકી, લાખ-લાખ વંદન કરું, જિનરાજ તુજ ચરણે મૂકી. ૧૫ ધનવંતરી છો, વૈધ છો મારા જીવનના હે પ્રભુ, ભવરોગના વળગાડને મુજ દૂર કરજે તે વિભુ, ઉપકાર કરી વીતરાગ મુજને જ્ઞાન દરિશન આપજો, ચારિત્રમાં નિશદિન રહું, એવી સુબુદ્ધિ આપજો. ૧૬ હે નાથ નજરે મેં નીહાળ્યો, આશ ધરીને આપને, મા બાપ માન્યા મેં તને, મુજ ટાળ ભવના તાપને, મુજ જીંદગી પ્રજળી રહી છે વાસનાની આગમાં, આપો પ્રભુ બળ એટલું, રમતો બનું વિરાગમાં. ૧૦ અરિહંત તારી પરાર્થ રસિકતા સાંભળી છે જ્યારથી, ક્યારે બનું પ્રભુ એહવો, લાગી લગન મને ત્યારથી, સ્વાર્થોધ બની સંસારમાં, ભણું છું અનાદિ કાલથી, તુજ ગુણનો એક અંશ આપો, વીતરાગ વત્સલ ભાવથી. ૧૮
For Private And Personal Use Only