________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું મોક્ષની મોઝારમાં, હું દુઃખ ભય સંસારમાં, જરા સામું પણ જુઓ નહીં તો ક્યાં જઇને હું કરું? ૬ અરિહંત હે ભગવંત તુજ પદાઘ સેવા મુજ હજો, ભવો ભવ વિષે અનિમેષ નયને, આપનું દર્શન થજો, હે દયાસિંધુ, દિનબંધુ, દિવ્ય દૃષ્ટિ આપજો, કરી આપ સમ સેવક તણા, સંસાર બંધન કાપજો. ૭ જે ભવ્ય જીવો આપને ભાવે નમે સ્તોત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને, પ્રેમથી કંઠે ઠવે; તે ધન્ય છે કૃતપુણ્ય છે, ચિન્તામણિ તેને કરે, વાવ્યો પ્રભો ! નિજ કૃત્યથી, સુરવૃાને એણે ગૃહે. ૮
ક્યારે પ્રભો નિજ દ્વાર ઊભો, બાળને નિહાળશો ? નિતનિત માંગે ભીખ ગુણની, એક ગુણ કબ આપશો? શ્રધ્ધા દીપકની જ્યોત ઝાંખી, ક્યારે જવલંત બનાવશો ? સૂના સૂના મુજ જીવન ગૃહમાં, ક્યારે આપ પધારશો ? ૯ પ્રતિમા નહિ તું ભગવાન સાચો, અંતર આ પોકાર કરે, અદ્ભુત તારું રૂપ અનોખું, દેખી આંખો મારી ઠરે; હું તારો ને તું મારો, એ સ્વાના સગપણ દૂર ટળે, હું તે વચ્ચે અભેદ કેરો, ભાવ હૃદયમાં વહ્યા કરે. ૧૦ રૂપ તારું એવું અદ્ભુત, પલક વિણ જોયા કરું, નેત્ર તારા નિરખી નિરખી, પાપ મુજ ધોયા કરું, હૃદયના શુભ ભાવ પરખી, ભાવના ભાવિત બનું, ઝંખના એવી મને કે, હું જ તુજ રૂપે બનું. ૧૧ લાખ ચોરાશી યોનિ ભટક્યો, પણ ના આવ્યો આરો, દેવ અનેરા જગના સેવ્યા, પણ ના પામ્યો કિનારો,
For Private And Personal Use Only