________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજ ભરેલા નયનો તારા જુગજુગ જુના ભાવકહે એ જીનવરના દર્શન કરવા હૈયુ મારૂ ગહગહે. ૧૨
( ભાવવાહી સ્તુતિઓ | છો આપ બેલી દીનનાં, ઉદ્ધારવામાં દીનને, આજે ઉપેક્ષા આચરો છો, ઉચિત એ શું આપને ? મૃગબાળ વનમાં આથડે, તિમ ઘોર ભવ માંહે મને, મૂક્યો રખડતો એકલો, આપે કહો શા કારણે ? ૧ હે દેવ ! તારા દિલમાં, વાત્સલ્યનાં ઝરણાં ભર્યા, હે નાથ ! તારા નયનમાં, કરૂણા તણાં અમૃત ભર્યા, વીતરાગ તારી મીઠી મીઠી, વાણીમાં જાદુ ભર્યો, તેથી જ તારા ચરણમાં, બાળક બની આવી રહ્યો. ૨ સંસાર ઘોર અપાર છે, તેમાં ડુબેલા ભવ્યને, હે તારનારા નાથ શું, ભૂલી ગયા નિજ ભક્તને, મારે શરણ છે આપનું, નવી ચાહતો હું અન્યને, તો પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરો શા કારણે ! ] બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી, ત્યારે જિનેશ્વર તું મળ્યો, પણ પાપકર્મ ભરેલ મેં, સેવા સરસ નવ આદરી, શુભયોગને પામ્યા છતાં, મેં મૂર્ખતા બહુએ કરી. ૪ હે નાથ ! આ સંસાર, સાગર ડુબતાં એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને, જહાજ રૂપે છો તમે, શિવરમણીના શુભ સંગશી, અભિરામ એવા હે પ્રભુ, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ, જો તમે નિત્ય વિભુ. પ હે! ત્રણ ભુવનના નાથ મારી, કથની જઈ કોને કહું? કાગળ લખ્યો પહોંચે નહીં ફરિયાદ જઈ કોને કરું?
For Private And Personal Use Only