________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*+*****
*** પ
જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુદા વાણી સુધા, તે કર્ણ યુગલને ધન્ય છે, તુજ નામ મન્ત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. ૬ યાચક થઇને હું માંગુ છું, હે વીતરાગી તારી કને. મહાવિદેહ ક્ષેત્રમાં જાવું છે શ્રી સીમંધર સ્વામી કને. આઠ વર્ષની નાની વયમાં, સંયમ લેવું તારી કને. ઘાતી અઘાતી કર્મ ખપાવી, ક્યારે પહોંચું તારી કને. છ સુંદર તારી આંગી દીપે, મુખ મુદ્રા અનુપમ ઝલકે મૂર્તિ તાહરી મોહનગારી, શશી સમ તેજે ઝલકે. મુખડું તારું અતિ સોહામણું, મલક મલક મુખ મલકે. નિર્વિકારી નયણોમાંથી, અમીરસના પૂર છલકે. ૮ રુપ તાહરું એવુ અદ્ભુત, પલક વીણ જોયા કરું, નેત્ર તાહરાં નીરખી નીરખી, પાપ મુજ ધોયા કરું હૃદયના શુદ્ધ ભાવ પારખી, ભાવના ભાવિત બનું. ઝંખના એવી જ મુજને, હું જ તુજ રુપે બનું. ૯
આનંદ આપે દુઃખ કાપે આપની પ્રતિમા ભલી ને ભવ્યને શાતા કરે નિહાળતા નચો ઠરે ને પૂણ્યની રાશી વધે નમસ્કાર કરતા જે ક્ષણે આવી ક્ષણો માંગુ સદા ઘટમાળને સાર્થક કરે. ૧૦ ખસવુ લગી રે ના ગમે લાચાર થઈ ખસવુ પડે મન ભાંગી ભાંગી જાય સમજણ તને શાની પડે કાળજુ કેવુ કઠણ કે કર્મો તણા બંધન વડે પીંજર પુરાએલ હંસને બોલાવને તારી કને ૧૧
અજબ તારી મૂરતિ નિહાળી અમિયરસના ઝરણાં વહે ચાંદશી સોહે સુરત તાહરી, અનાદિ કર્મના બંધ હરે
For Private And Personal Use Only