________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાયો હંસ પિંજરમાં, ઊડીને ક્યાં હવે જાશે, ભલે સારો અગર બૂરો, નિભાવ્યો તેમ નિભાવજે. ૫ કરૂં પોકાર હું તારા, જપું છું રાતદિન પ્યારા, વિનંતિ ધ્યાનમાં લઈને, દુઃખી આ બાળ રીઝવજે. ૬
પરમાત્મ સ્તુતિઓ ) દાદા તારી મુખમુદ્રાને, અમીચ નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો. ૧ આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવ પાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી, પરમ આનંદકારી, પાચો તુમ દર્શ નાસે ભવ ભય ભ્રમણા, નાથ સર્વે અમારી. ૨ દેખી મૂર્તિ શ્રી પાર્શ્વજિનની, ને મારાં ઠરે છે, ને આ હૈયું ફરી ફરી પ્રભુ, ધ્યાન તારૂં ધરે છે ; આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલસે છે, આપો એવું બળ હૃદયમાં, માહરી આશ એ છે ! ૩ છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી, શ્રી વીર નિણંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. ૪ શ્રી આદીશ્વર શાન્તિ નેમિ જિનને, શ્રી પાર્શ્વ વીર પ્રભુ, એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી હે વિભુ; કલ્યાણે કમલા, સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડો અતિ, એવા શ્રી ગૌતમ સ્વામી લબ્ધિ ભરીઆ, આપો સદા સન્મતિ. ૫
-
---
--
-
-
For Private And Personal Use Only