________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી સ્તુતિઓ)
િતથાપિ બાલ તારો છું ! પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું, તારે મારા જેવા લાખો, પરંતુ એક મારે તું; નથી શક્તિ નિરખવાની, નથી શક્તિ પરખવાની, નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાલ તારો છું. ૧ નથી તપ જપ મેં કીધા, નથી કંઈ દાન પણ દીધાં, અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાલ તારો છું; અરિહંત દેવ હો પ્યારા, ગુન્હા કર માફ સી મારા, ભૂલ્યો ઉપકાર હું તારા, તથાપિ બાલ તારો છું. ! ૨ દયા કર દુઃખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી, પ્રભુ હું છું પૂરો પાપી, તથાપિ બાલ તારો છું; કૃપા કર હું મુંઝાઉ છું, સદા હૈયે રીબાઉ છું, પ્રભુ તુજ ધ્યાન ઉર ચાહું, તથાપિ બાલ તારો છું ! ૩
| દયા સિંધુ! દયા કરજે દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે, મને આ જંજીરોમાંથી, હવે જલ્દી છૂટો કરજે. ૧ નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જ્વાળા, વષવી પ્રેમની ધારા, હદયની આગ બુઝવજે. ૨ બધી શક્તિ વિરામી છે, તુંહી આશે ભ્રમણ કરતા, પ્રભુતાના કટોરાથી, ભીતરની પ્યાસ છીપવજે. ૩ ધવાયા મોહની સાથે, નયનથી આંસુડા સારે, રૂઝાવી ઘા કલેજાના, મધુરી વાસના ભરજે. ૪
For Private And Personal Use Only