________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા મેઘ વરસે છે વાડમાં, સાઠ વરસે છે ગામોગામ; સાવ ઠામ કુઠામ જુએ નહિ, સાવ એહવાં હોટાના કામ. ૯ સા. હું વસ્યો ભરતને છેડલે, સા. તુમે વસ્યા મહાવિદેહ મોઝાર; સાળ દૂર રહી કરૂં વંદના, સાવ ભવ સમુદ્ર ઉતારો પાર. ૧૦ સા. તુમ પાસે દેવ ઘણા વસે, સાવ એક મોકલજો મહારાજ; સાવ મુખનો સંદેશો સાંભળો, સાવ તો સહેજે સરે મુજ કાજ. ૧૧ સાતુમ પગની મોજડી, સા. હું તુમ દાસનો દાસ; સાહ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સા. મને રાખો તમારી પાસ. ૧૨
સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જીહાં રાજે તીર્થકર વીશ,
તેને નમું શિશ, કાગળ લખું કોડથી. ૧ સ્વામી જઘન્ય તીર્થકર વીશ છે, ઉત્કૃષ્ટા એકસો ને સીત્તેર,
તેમાં નહિ ફેર. કાગળ૦ ૨ સ્વામી બાર ગુણે કરી યુક્ત છો, અંગે લક્ષણ એક હજાર,
ઉપર આઠ સાર. કાગળ ૦ ૩ સ્વામી ચોત્રીશ અતિશય શોભતાં, વાણી પાંત્રીસ વચન રસાલ,
ગુણો તણી માલ. કાગળ૦ ૪ સ્વામી ગંધહસ્તી સમ ગાજતાં, ત્રણ લોક તણાં પ્રતિપાળ,
છો દીનદયાળ. કાગળ૦ ૫ સ્વામી કાચા સુકોમળ શોભતી, શોભે સુવર્ણ સોવન વાન,
કરૂં હું પ્રણામ. કાગળ૦ ૬ સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કહ્યા કેમ જાય?
લખ્યા ન લખાય. કાગળ૦ ૦
For Private And Personal Use Only