________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
--
-
ભરતક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઇચ્છુક દાસ,
રાખું તુમ આશ. કાગળ૦ ૮ મેં તો પૂર્વે પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યો દૂર,
ન પહોંચુ હજુર, કાગળ૦ ૯ મારા મનમાં સંદેહ અતિ ઘણાં, આપ વિના કહ્યા કેમ જાય?
અંતર અકળાય. કાગળ૦ ૧૦ આડા પહાડ પર્વત ને ડુંગરા, તેથી નજર નાંખી નવ જાય,
દર્શન કેમ થાય ? કાગળ૦ ૧૧ સ્વામી કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે સંદેશો સાંઈ,
હું તો રહ્યો આંહી. કાગળ૦ ૧૨ દેવે પાંખ દીધી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર,
તો પહોંચું હજૂર. કાગળ૦ ૧૩ સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર,
- ઉતારો ભવપાર. કાગળ૦ ૧૪ ઓછું અધિકુંને વિપરીત જે લખ્યું માફ કરજો જરૂર જિનરાજ,
લાગુ તુમ પાય. કાગળ૦ ૧૫ સંવત અઢાર વેપનની સાલમાં, હરખે હરખવિજય ગુણગાય,
પ્રેમે પ્રણમું પાય. કાગળ૦ ૧૬
(રાગ-સંભવ જિનવર વિનતિ) શ્રી સીમંધર સાહિબા, સુણો સંપ્રતિ હો ભરતક્ષેત્રની વાત કે; અરિહા કેવલી હો નહિ, કેહને કહીએ તો મનની અવદાલ કે. ૧ ઝાઝું કહેતાં જુગતું નહિ, તુમ સોહે હો જગ કેવલાણ કે; ભૂખ્યા ભોજન માગતાં, આપે ઉલટ હો અવસરના જાણ કે. ૨
For Private And Personal Use Only