________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવી જાણી; પ્રભુ ગુણ ગણ સાંકળશું બાંધ્ય, ચંચળ ચિત્તડું તાણી રે. મ. ૧ પહેલાં તો એક કેવળ હરખે, હેજાળુ થઈ હળિયો; ગુણ જાણીને રૂપે મિલિઓ, અત્યંતર જઇ ભળિયો રે. મ૦ ૨ વીતરાગ ઇમ જસ નિસુણીને, રાગી રાગ કરે; આપ અરૂપી રાગ નિમિત્તો; દાસ અરૂપ ધરેહ રે. મ૦ ૩ શ્રી સિમંધર ! તું જગબંધુ, સુંદર તાહરી વાણી; મંદર ભૂધર અધિક ધીરજ ધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મ૦ ૪ શ્રી શ્રેયાંસ નવેસર નંદન, ચંદન શીતલ વાણી; સત્યકી માતા વૃષભ લંછન પ્રભુ, જ્ઞાનવિમલ ગુણખાણી રે મ૦ ૫
તમે મહાવિદેહોશ જઇને કહેજે ચાંદલીયા,
સીમંધર તેડા મોકલે; તુમે ભરત ક્ષેત્રના દુખ કહેજો ચાંદલીયા, સીમંધર તેડા મોકલે. ૧ અજ્ઞાનતા અહીં છવાઈ ગઈ છે, તત્ત્વની વાતો ભૂલાઈ ગઈ છે; એવા આત્માના દુઃખ મારાં કહેજો ચાંદલીયા. સીમંધર. ૨ પુગલના મોહમાં ફસાઈ ગયો છું કર્મોની જાળમાં જકડાઈ ગયો છું એવા કર્મોના દુઃખ મારાં કહેજો ચાંદલીયા. સીમંધર. ૩ મારું ન હતું તેને મારું કરી નાખ્યું, મારું હતું તેને નાહિ પીછાણ્યું એવા મૂર્ખતાના દુઃખ મારાં કહેજે ચાંદલીયા, સીમંધર. ૪ સીમંધર સીમંધર હૃદયે ધરતો, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતો; એવા વિયોગના દુઃખ મારાં કહેજો ચાંદલીયા. સીમંધર ૫ સંસારનું સુખ મને કારમું લાગે, તુમ વિણ વાત કહુ કોની રે આગે; એવા અમૃતના દુ:ખ મારા કહેજો ચાંદલીયા. સીમંધર. ૬
For Private And Personal Use Only