________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
h£€/++++++++++++++/
કેવલજ્ઞાન દિવાકરું, ભાંગે સાદિ અનંત લાલ રે;
ભાસક લોકાલોકનો, જ્ઞાયક જ્ઞેય અનંત લાલ રે... શ્રી૦ ૨
ઇંદ્ર ચંદ્ર ચક્કીસરુ, સુર નર રહે કરજોડ લાલ રે; પદ પંકજ સેવે સદા, અણહંતે એક ક્રોડ લાલ રે... શ્રી ૩
ચરણ કમલપિંજર વસે, શુભ મન હંસ નિત મેવ લાલ રે; ચરણ શરણ મોહિ આશરો, ભવભવ દેવાધિદેવ લાલ રે... શ્રી ૪
અધમ ઉદ્ધારક છો તુમે, દૂર કરો ભવદુઃખ લાલ રે; કહે જિનહર્ષ મયા કરી, દેજો અવિચલ સુખ લાલ રે... શ્રી ૫
(રાગ-સુણ જિનવર શેત્રુંજા ધણીજી)
શ્રી સીમંધર જગધણીજી, રાય શ્રેયાંસકુમાર,
માતા સત્યકી નંદનોજી, રૂક્ષ્મણીનો ભરથાર; સુખકારક સ્વામી સુણો, મુજ મનની એ વાત, જપતાં નામ તુમ તણું જી, વિકસે સાતે ઘાત. સુખ૦ ૧
સ્વજન કુટુંબ છે કારમુંજી, કારમો સહુ સંસાર; ભવોદધિ પડતાં માહરેજી, તું તારક નિરધાર. સુખ૦ ૨
ધન્ય તિહાંના લોકનેજી, જે સેર્વે તુમ પાય; પ્રહ ઉઠીને વાંદવાજી, મુજ મનડું નિત્ય ધાય. સુખ૦ ૩
કાગળ કાંઈ પહોંચે નહીંજી, કિમ કહું મુજ અવદાત; એક વાર આવો અહીંજી, કરૂં દીલની સવિ વાત. સુખ૦ ૪ મનડામાં ક્ષણ ક્ષણ રમેજી, તુમ દરિસણના કોડ; વાચક જસ કરે વિનતિજી, અહોનિશ બે કર જોડ. સુખ૦ ૫
3
તારી મુદ્રાએ મન મોહ્યું રે, મનના મોહનીયા ! તારી સૂરતિએ જગ સોહ્યું રે, જગના જીવનીયા !
+++++++++++++++++
For Private And Personal Use Only