________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલને
૩૩૩ તેજ ઝલાહલ દીપતો એ, ઉગ્યો સમકિત સુર કે વિમલ વિજય ઉવજ્રાયનો એ, રામ લહે સુખપુર કે. ત્રિશલા પ
ઉ૮)
(રાગ- વાસુપૂજ્ય જિન અંતરજામી) આણંદમય નિરૂપમ ચોવીશમો, પરમેશ્વર પદ નિરખ્યો રે, પરમેશ્વર પદ જેહને છાજે, અંતર ચિત્તથી મે પરખ્યો રે. આ૦ ૧ ધારક છે દેવ શબ્દ ઘણેરાં, પણ દેવતત્ત્વ ન ધરે રે, જેમ કનક કહીયે ધનુરને, તેમની ગત તે ન સરે રે. આ૦ ૨ જે નર તુમ ગુણ ગણથી રસીચા, તે કિમ અવરને સેવે રે ? માલતી કુસુમે લીના જે મધુકર, અવર સુરભિ ન લેવે રે. આ૦ ૩ ચિત્ત પ્રસન્ને જિનજીની ભજના, સજ્જન કહો કિમ ચૂકે રે? ઘર આંગણે ગંગા પામીને, કુણ ઉવેખી મૂકે રે. આ૦ ૪ ધ્યેય સ્વરૂપે ધ્યાયે તમને જે, મન વચ કાય આરાધે રે, પ્રેમ વિબુધ ભાણ પણે તે નર, વર્ધમાન સુખ સાધે રે. આ પ
ઉલ) (રાગ-ઓલગડી અવધારો આશધરી હુ આયો) વંદો વીર જિસેસર રાજા, ત્રિશલા માતાના જાયાજી; હરિ લંછન કંચન વર્ણ કાયા, મુજ મન મંદિર આયાજી. વંદો ૧ દુપમ સમયે શાસન જેહનું, શીતલ ચંદન છાયાજી; જે સેવંતા ભવિજન મધુકર, દિનદિન હોત સવાયાજી. વંદો ૨ તે ધન્ય પ્રાણી સદ્ગતિ ખાણી, જસ મનમાં જિન આચાજી; વંદન પૂજન સેવા ન કીધી, તે કાં જનની જાયા ? જી. વંદો૦ ૩ કર્મ કઠિન ભેદન બલવાર, વીર બિરૂદ જિણે પાયાજી; એકલ મલ અતુલી બલ અરિહા, દુશ્મન દૂરે ગમાયાજી. વંદો ૪
For Private And Personal Use Only