________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૬)
(રાગ-સાંભળજો મુનિ સંજમ રાગે) વીર જિનેશ્વર સુણ મુજ સ્વામી, વિનવીયે શિરનામી રે; તું પ્રભુ પૂરણ મન હિત કામી, તું મુજ અંતરયામી રે. વીર. ૧ એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કોણ કહીજે રે; ભગતિ કરતાં જો તું રીઝે, તો મન વાંછિત સીઝે રે. વીર. ૨ તુજ હિતથી સુખ સંપદ આવે, દારિદ્ર દૂર ગમાવે રે; જગબંઘવ જિન તુંહી કહાવે, સુરનર તુજ ગુણ ગાવે રે. વીર. ૩ તું પ્રભુ પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે; ગિરૂઆ સેવા ફલ નવિ જાવે, સેવીજે ઇણ ભાવે રે. વીર. ૪ ત્રિશલાનંદન વીર જિનેશ્વર, વિનતડી અવધારી રે; કેસર પે દરીસણ દીએ, દુરગતિ દૂર નિવારી રે. વીર. ૫
(રાગ-શ્રી શ્રેયાંસ કૃપા કરો તુ જગબંધવ તાત રે). આજ સફળ દિન માહરો રે, ભેટ્યો વીર નિણંદ કે,
ત્રિભુવનનો ધણી એ, ............ ત્રિાશલા રાણીનો નંદ કે, જગ ચિંતામણી એ, દુઃખ દોહગ દુરે ટળ્યા એ, પેખી પ્રભુ મુખચંદ કે. ત્રિશલા. ૧ રિદ્ધિસિદ્ધિ સુખસંપદા એ, ઉલટ અંગે ન માય કે આવી મુજ ઘર આંગણે એ સુરગવી હજ સવાય કે. ત્રિશલા. ૨ ચિંતામણી મુજ કર ચડ્યું એ, પાયો ત્રિભુવન રાજ કે. મુહ માગ્યા પાસા ઢળ્યા એ, સીધ્યાં વાંછિત કાજ કે. ત્રિશલા. ૩ ચિત્ત ચાહા સાજન મળ્યાએ, દુર્જન ઉડ્યા વાય કે. સોમ્ય નજર પ્રભુની લહી એ, જેહવી સુરત છાય કે. ત્રિશલા ૪
For Private And Personal Use Only