________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
************* ૩૩૧
(૩૪
(રાગ-રાતા જેવો ફુલડા)
આવ આવ રે માહરા મનડા માંહે, તું છે પ્યારો રે હરિહરાદિક દેવી, તું છે ન્યારો રે આવ. ૧ અહો મહાવીર ગંભીર તું તો, નાથ માહરો રે હું નમું તુંને ગમે મુને, સાથ તાહરો રે આવ. ૨
ગૃહીં સાહી મીઠડા હાથ માહરા, વૈરી વારો રે ધો ધો રે દર્શન દેવ મુને, ધોને લારો રે આવ. ૩
તું વિના શિલોકમેં, કેહનો, નથી ચારો રે સંસાર પારાવારનો સ્વામી, આપને આરો રે આવ. ૪
ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં, તું છે તારો રે તાર તાર મુને તાર તું, સંસાર સારો રે આવ. ૫
૩૫૫
(રાગ ગીરૂઆરે ગુણ)
શ્રી વીર જિણેસર સાહિબા, અરજ સુણો એક મોરી રે; હું મૂરખ ધંધે પડ્યો, મેં સેવા ન કીધી તોરી રે. શ્રી વીર૦ ૧
એટલાં દિન ભૂલો ભમ્યો, વંધા દેવ અનેરા રે; તિણથી તો મુજ નવિ ટળ્યા, ભવ ભવ કેરા ફેરા રે. શ્રી વીર૦ ૨ તરણતારણ બિરુદ તાહરો, સાંભળીયો મેં શ્રવણે રે; ઉલટ ધરીને હું આવીયો, નિરખવા સુરત નયણે રે. શ્રી વીર૦ ૩ મહેર કરીને મુજ ભણી, ધો દરિસણ જિનરાજ રે; ભવસાગરથી તારીયે, સાહિબ ગરીબ નિવાજ રે. શ્રી વીર૦ ૪ સિદ્ધારથ કુલ ચંદલો, ત્રિશલારાણીનો જાયો રે; સુમતિપ્રભને દીજીયે રે, વાંછિત દાન સવાયો રે. શ્રી વીર૦ ૫ ++++++++++++++++
For Private And Personal Use Only