________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ - સિદ્ધાચલના વાસી જિનાજી પ્યારા) છેલ્લો બોધ આપી, સહુ કર્મ કરી વીર મારા ગચા મોક્ષતણી મોઝાર અઢાર દેશના રાજાઓ આવે, પૌષધ લઈને ભાવના ભાવે
સુણીને શાસ્ત્રનું જ્ઞાન, મુકીને અભિમાન. વીર મારા...૧ વિલાપ કરે છે ગૌતમ સ્વામી રે, ક્યાં ગયા મારા અંતરયામી
મુજને મુકી ગયા, મને મેલી ગયા. વીર મારા...૨ ચોસઠ ઇન્દ્રો આવી નમે છે મહામહોત્સવને ઉજવે છે
ગુણ વીરના વાચ, ગુણ મહાવીરના ગવાય. વીરમારા..૩ આસો માસની પર્વ દિવાળી, રૂડી રાત દીસે રઢિયાળી,
વીર પામ્યા નિર્વાણ, નામે શ્રી વર્ધમાન. વીર મારા...૪ વીર નામની સાચી દિવાળી, જાપ જપે શિચળ વ્રત ધારી, વિનયવિજયગુણગાય, ભવોભવના દુઃખ જાય. વીરમારા...૫
(૩૩) (રાગ-તુને સંસારી સુખ કેમ સાંભરે રે લોલ) મને ઉપકારી વીર પ્રભુ સાંભરે રે લોલ, મારા દર્શન દાયક દેવ રે. મને મૂકીને મુક્તિમાં સંચર્ચા રે લોલ, હવે કોની કરીશ હું સેવ રે. મને ન મારા હૈયાના હાર પ્રભુ વીરજી રે લોલ, રાખી તરફડતો દાસ થયા સિદ્ધ રે. ગોચમ ગોયમ કહેનાર ગયા મુક્તિમાં રે લોલ, કહું કોની આગળ જઈ દુઃખ રે. મને ૨ ગયા ત્રિપદી સુણાવનાર મુક્તિમાં રે લોલ, કોણ પ્રશ્નની ટાળશે ભૂખ રે બોલે ગૌતમ વેણ એમ રાગથી રે લોલ, ઘડી ભરમાં વિચારે પ્રભુ વેણ રે. મને ૩ પ્રભુ વીતરાગ રાગને ટાળતાં રે લોલ, રાગ હોતાં ન કેવલજ્ઞાન રે. એહ ભાવે ગૌતમ થયા કેવલી રે લોલ, દેવ ઓચ્છવ કરે ગુણ ગાન રે. મને ૪ વીરવાણીમાં અહર્નિશ રાચતા રે, લોલ વળી મુખડુ છે સુપ્રસન્ન રે નમો ગોયમ વીરપદ પઘને રે લોલ, પામી હોશે દિવાળીનું પર્વ રે. મને પ
For Private And Personal Use Only