________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિન ઇન્દ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બોલે રે, ધીરજ બલ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાલક તોલે રે. જગ ૩ સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની રે; ફણિધર ને લઘુ બાલકરૂપે, રમત રમીયો છાની રે. જગ ૪ વર્ધમાન તુમ ઘેરજ મોટું, બલમાં પણ નહિ કાચું રે; ગિરૂઆના ગુણ ગિરૂઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે જગ ૫ એક જ મુષ્ટિ પ્રહારે મારું, મિથ્યાત્વ ભાગ્યું જાય રે; કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહિ થાય રે. જગ ૬ આજ થકી તું સાહિબ મારો, હું છું સેવક તાહરો રે; ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારું, પ્રાણ થકી તું પ્યારો રે. જગo મોહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગે સિધાવે રે; મહાવીર પ્રભુ નામ ધરાવે ઇન્દ્રસભા ગુણ ગાવે રે જગ૦ ૮ પ્રભુ મલપતા નિજ ઘર આવે, સરખા મિત્ર સોહાવે રે; શ્રી શુભવીરનું મુખડું નીરખી, માતાજી સુખ પાવે રે. જગo ૯
(રાગ - આજ મારા પ્રભુજી) આજ મારા પ્રભુજી મહેર કરીને,સેવક સામું નિહાળો રે કરૂણાસાગર મહેર કરીને, અતિશય સુખ ભૂપાળો રે ૧ ભગત વચ્છલ શરણાગત પંજર, ત્રિભુવન નાથ દયાળો રે મૈત્રી ભાવ અનંત અહર્નિશ, જીવ સયલ પ્રતિપાળો રે ૨ ત્રિભુવન દીપક જીપક અરિંગણ, અવિધ જ્યોત પ્રકાશી રે મહાગોપ નિર્ચામક કહીએ, અનુભવ રસ વિલાસી રે ૩ મહામાયણ મહાસારથિ અવિતથ, અપના બિરૂદ સંભાળો રે બાહ્ય અત્યંતર અરિંગણ જેરો, વ્યસન વિઘન ભય ટાળો રે ૪
For Private And Personal Use Only