________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ૩૨૦ - - - -
- પરિભ્રમણ મેં અનંતા રે કીધાં, હજુએ ન આવ્યો છેડલો રે; તુમે તો થયા પ્રભુ સિદ્ધ નિરંજન, અમે તો અનંતા ભવ ભમ્યાં રે વીર૧ તમે અમે વાર અનતી વેળા, રમીયા સંસારીપણે રે; તેહ પ્રીત જો પૂરણ પાળો, તો અમને તુમ સમ કરો રે. વીર૦ ૨ તુમ સમ અમને જોગ ન જાણો, તો કાંઈ થોડું દીજીએ રે; ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે. વીર. ૩ ઇન્દ્રજાળીયો કહેતો રે આવ્યો, ગણધર પદ તેહને દીયો રે; અર્જુનમાળી જે ઘોર પાપી, તેહને જિન ! તમે ઉદ્ધર્યો રે. વીર. ૪ ચંદનબાલાએ અડદના બાકુળા, પડિલાવ્યા તમને પ્રભુ રે; તેહને સાહણી સાચી રે કીધી, શિવવધૂ સાથે ભેળવી રે. વીર. ૫ ચરણે ચંડકોશીયો ડસીયો, કલ્પ આઠમે તે ગયો રે; ગુણ તો તમારા પ્રભુ મુખથી સુણીને, આવી તુમ સનમુખ રહ્યો રે. વીર. ૬ નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરીખા ગણો રે; ભેદભાવ પ્રભુ દૂર કરીને, મુજશું રમો એકમેકશું રે. વીર. o મોડા વહેલા પણ તુમ હી જ તારક, હવે વિલંબ શા કારણે રે; જ્ઞાન તણાં ભવના પાપ મિટાવો, વારી જાઉં વીર તોરા વારણે રે. વીર. ૮
માતા ત્રિશલાનંદ કુમાર, જગતનો દીવો રે, મારા પ્રાણતણો આધાર, વીર ઘણું જીવો રે; આમલકી ક્રીડાએ રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે; સુણજોને સ્વામી અંતરજામી, વાત કહું શિર નામી રે, જગ ૧ સુધમાં દેવલોકે રહેતાં, અમો મિથ્યાત્વે ભરાણાં રે; નાગદેવની પૂજા કરતાં, શિર ન ધરી પ્રભુ આણા રે. જગ ૨
For Private And Personal Use Only