________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહ નિશદીહ જો હૃદયગિરિ મુજ રમે, તું સુગુણલાહ અવિચલ નિરીહો; તો કુમતરંગ માતંગના જૂથથી, મુજ નહિ કોઈ લવલેશ બીહો. ૬ ચરણ તુજ શરણ મેં ચરણગુણનિધિ ગ્રહ્યાં, ભવતરણ કરણદમ શર્મ દાખો; હાથ જોડી કહે જશવિજય બુધ ઇસ્યુ દેવ નિજ ભુવનમાં દાસ રાખો. ૭
૧૯). (રાગ - તાર મુજ તાર મુજ તારત્રિભુવન ધણી) વીર વડ ધીર મહાવીર મોટો પ્રભુ, પેખતાં પાપ સંતાપ નાસે; જેહના નામ ગુણધામ બહુમાનથી, અવિચલ લીલ હૈયે ઉલ્લાસ. વી. ૧ કર્મ અરિ જીપતો દીપતો વીર તું, ધીર પરિષહ સહે મેરૂ તોલે; સુરે બલ પરખીચો રમત કરી નિરખીયો, હરખીયો નામ મહાવીર બોલે. વી. ૨ સાપ ચંડકોશીચો જે મહારાષીયો, પોષીયો તે સુધા વચન પૂરે; એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા? તાહરા ચરણથી રાખે દૂર. વી. ૩ શૂલપાણિ સુરને પ્રતિબોધીચો, ચંદના ચિત્ત ચિંતા નિવારી; મહેર ધરી ઘેર પહોતા પ્રભુ જેહને, તેહ પામ્યા ભવ દુખ પારી. વી. ૪ ગૌતમાદિકને જઇ પ્રભુ તારવા, વારવા યજ્ઞ મિથ્યાત્વ ખોટો; તેહ અગીયાર પરિવાર શું બૂઝવી, રૂઝવી રોગ અજ્ઞાન મોટો. વી. ૫ હવે પ્રભુ મુજ ભણી તું ત્રિભુવન ધણી, દાસ અરદાસ સુણી સામું જોવે આપ-પદ આપતાં આપદા કાપતાં, તાહરે અંશ ઓછું ન હોવે. વી. ૬ ગુરુગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલ માંહે, શ્રીખિમાવિજય પય સેવા નિત્ય મેવ લહી, પામીયે શમરસ “સુજશ ત્યાંહે વી૭
વીરજી સુણો એક વિનતિ મોરી, વાત વિચારો તમે ધણી રે, વીર મને તારો મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારો ને રે,
For Private And Personal Use Only