________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદિ તમહર તરણી સરખા, અનેક બિરૂદના ધારી રે જીત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલ જ્ઞાચક ચશકારી રે. ૫ યજ્ઞકારક ચઉવેદના ધારક, જીવાદિ સત્તા ન ધારે રે તે તુજ મુખ દિનકર નિરખણથી, મિથ્યાતિમિર પરજાળે રે ૬ ઇલિકા ભમરી જાયે જિનેસર, આપ સમાન તેં કીધાં રે, એમ અનેક ચશ ત્રિશલાનંદન, જગમાંહે પ્રસિદ્ધ રે છે. મજ મન ગિરિકંદરમાં વસીયો, વીર પરમત જિનસિંહ રે. હવે કુમત માતંગના ગણથી, ત્રિવિધ ચોગે મીટે બીહ રે ૮ અતિ મનયોગે શુભ ઉપયોગે, ગાતા નિજ જગદીશ રે સૌભાગ્યસૂરિશિષ્ય હમીસૂરિ લહે, પ્રતિદિન સબલ જગીશ રે ૯
વીરકુંવરની વાતડી કેને કહીએ? હાંરે કેને કહીએ રે કેને કહીયે, હાંરે નવિ મંદિર બેસી રહીયે, હાંરે સુકુમાલ શરીર. વીર. ૧ બાલપણાથી લાડકો નૃપ ભાવ્યો, મળી ચોસઠ ઇન્દ્ર મલ્હાવ્યો, ઇન્દ્રાણી મલી ફુલરાવ્યો, હાંરે ગયો રમવા કાજ વીર૦ ૨ છોરૂ ઉછાંછળા લોકના કેમ રહીયે, એની માવડીને શું કહીયે, કહીયે તો અદેખા થઇએ, હાંરે નાશી આવ્યા બાળ વીર. ૩ આમલકી ક્રીડા વશે વીંટાણો, મોટો ભોરીંગ રોષે ભરાણો, હાથે ઝાલી વીરે તાણ્યો, હાંરે કાઢી નાખ્યો દૂર. વીર. ૪ રૂપ પિશાચનું દેવતા કરી ચલીયો, મુજ પુત્રને લેઈ ઉછળીયો, વીર મુષ્ટિ પ્રકારે વળીચો, હાંરે સાંભળીએ એમ. વીર૫ ત્રિશલા માતા મોજમાં એમ કહેતી, સખીઓને ઓળંભા દેતી, ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી, હાંરે તેડાવે છે બાળ, વીર. ૬
For Private And Personal Use Only