________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ-તુમ દરિશનથી સમકીત પ્રગટે) (વીરજિનેશ્વર સાહીબ મેરા) સરસ્વતી સ્વામી પાયે લાગું, પ્રણમી સદ્ગુરુ પાયા રે; ગાઈશું હૈડે હર્ષ ધરીને, શ્રી વર્ધમાન જિનરાયા રે, મોરા સ્વામી હો તોરા ચરણ ગ્રહીજે, નરભવ લાહો લીજે રે, સૌભાગી જિનના ચરણ હીજે, વૈરાગી જિનના ચરણ ઝહી છે, ચરણ ગ્રહીને શરણરહીને, નરભવ લ્હાવો લીજે રે. ૧ ભારે કર્મી પણ તે તાય, પાતિકથી ઉગાર્યા રે; મુજ સરીખા તે નવિ સંભાર્યા, શું ચિત્તથી ઉતાર્યા રે. ૨ પાર પણ કોઈ તીર્થ પ્રભાવે, જલમાં દીસે તરતા રે; તેમ અમે તરશું તુમ પાચ વળગ્યા, કેમ રાખો છો અળગા રે. ૩ મુજ કરણી સામું મત જોજો, નામ સામુ તમે જોજો રે; સાહિબ સેવકના દુઃખ હરજો, તુમને મંગલ હો જી રે. ૪ તરણ તારણ તુમે નામ ધરાવો, હું છું ખિજમતગારો રે; બીજા કોણ આગળ જઇ ચાચું ? મોટું નામ તુમારૂં રે ૫ એહ વિનંતિએ સાહિબ તૂક્યાં, શ્રી વર્ધમાન જિનરાયા રે; આપ ખજાના માંહેથી આપો, સમકિત રત્ન સવાયા રે. ૬ શ્રીનયવિજય વિબુધ પર સેવક,વાચક “ચશ' એમ બોલે રે; શાસનનાયક શિવસુખ દાયક, નહીં કોઈ વીરજીની તોલે રે. ૮
સુણ સુગુણ સનેહી સાહિબા ! ત્રિશલાનંદન મહાવીર ! રે; શાસનનાયક ! જગધણી ! શિવદાયક ! ગુણ ગંભીર રે. સુણ.... ૧
For Private And Personal Use Only