________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ અર૭રે દુષિત ભરતે, બહુ મતભેદ કરાલાજી; જિન કેવલિ પૂરવધર વિરહે, ફણિસમ પંચમ કાલજી વીર. ૪ તેહનું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબજી; નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂ લુંબજી. વીર. ૫ જેનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બોધજી; કલિકાલે પણ પ્રભુ! તુજ શાસન, વરતે છે અવિરોધજી વીર૦ ૬ માહરે તો સુષમાથી દુષમા, અવસર પુણ્ય નિધાનજી; ક્ષમા વિજય જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ નિદાનજી. વીર૦ ૦
|
નારે પ્રભુ નહિ માનું, નહિ માનું અવરની આણ; માહરે તાહરું વચન પ્રમાણ...... નારે હરિ હરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય રે; ભામિની ભમર ભ્રકુટિએ ભૂલ્યા, તે મુજને ન સહાય. નારે. ૧ કેઈક રાગી ને કેઈક દ્વેષી, કેઈક લોભી દેવ રે; કેઈક મદ માયાના ભરીચા, કેમ કરીએ તસ સેવ? નારે. ૨ મુદ્રા પણ તેહમાં નવિ દીસે પ્રભુ તુજ માંહેલી તિલ માત્ર રે, જે દેખી દીલડું નવિ રીઝે, શી કરવી તસ વાત. નારે... ૩ તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, જીવજીવન આધાર રે; રાત-દિવસ સુપનાંતર માંહી, તું મારે નિરધાર. નારે. ૪ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ સેવક કરીને નિહાલ રે; જગબંધવ એ વિનતિ મારી, મારાં જન્મમરણ દુઃખ ટાલ. નારે. ૫ ચોવીશમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારના નંદ રે; ત્રિશલાજીના નાનડીયા પ્રભુ તુમ દીઠે અતિહિ આણંદ. નારે ૬ સુમતિવિજય કવિરાચનો રે, રામવિજય કરજોડ રે; ઉપકારી અરિહંતજી માહરા, ભવોભવના બંધ છોડ નારે૭
For Private And Personal Use Only