________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયરત્નાનો સેવક પભણે, મોક્ષ માગું ગુણખાણી; ભવોભવ તુમ ચરણોની સેવા, એહ ઉપર હું રાગી. હો પ્રભુજી ! એ ૯
(રાગ - એક દિન પુંડરી ગણધરૂ રે) પ્રણમું પાર્થ ચિંતામણી રે લોલ, વાંછિત પૂરણ સુરમણિ રે લોલ, દિઠું દરિસણ તાહ રે લોલ ભાગ ફળ્યું આજ માહરૂં રે લોલ. ૧ તાહરે શરણે આવીયો રે લોલ, તુહિજ મુજ મન ભાવિયો રે લોલ; માહરે તારો આશરો રે લોલ, સેવક કરી દિલમાં ધરો રે લોલ. ૨ મૂર્તિ તાહરી દીઠડી રે લોલ, લાગે મુજ મન મીઠડી રે લોલ, હરખિત થઈ મારી આંખડી રે લોલ, પ્રહસમે જિમ પંકજ પાંખડી રે લોલ. ૩ ચરણ ગ્રહ્યાં મેં તાહરા રે લોલ, કાજ સર્યા આજ માહરા રે લોલ; એક નજર શું જોઈએ રે લોલ, પાતકડા સવે ધોઈએ રે લોલ. ૪ મેં કીધી તુમશું મોહની રે લોલ, હવે પરવા નથી કોઈની રે લોલ, બાહ્ય ગ્રહોની લાજ છે રે લોલ, તુ ભવજલ તરવા જહાજ રે લોલ. ૫ પ્રણમું તુજ લોકોત્તર વાતડી રે લોલ, ભાગ્ય થકી મુજને જડી રે લોલ, ધન ધન માતરી જાતડી રે લોલ, લેખવું ધન્ય દિન તે ઘડી રે લોલ. ૬ વામાનંદન વંદના રે લોલ, તાહરા વચણ સુધારસ ચંદના રે લોલ; તાહરી આણ શિર ધરૂં રે લોલ, અવર ન દેવ પણે કરૂં રે લોલ. o | સંપૂર્ણ સુખ આપીયે રે લોલ, સ્થિરતા ભાવે સ્થાપીએ રે લોલ; સુપ્રસન્ન મન હુઓ હેજથી રે લોલ, જ્ઞાન વિમલ ગુણ તેજથી રે લોલ ૮
પ્રણમું પદ પંકજ પાસના, જમવાસના અગમ અનુપ રે; મોહ્યો મન મધુકર નેહશી, પામે તસ શુદ્ધ સ્વરૂપ રે. ૧
For Private And Personal Use Only