________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ જગતમાં બહુલાદીસે, પણ તેહમાં બહુ ખામીજી; કોઈ રાગી કોઈ હેપી સોગી, કોઈ ક્રોધી કોઈ કામીજી. પાર્થ. ૩ પૂજક ભાવે તેહ અપામી, ન લહે મૂળ વિદામીજી; ચિરભાવે સમતા તુજ જામી, અનુભવ ગુણ અભિરામીજી. પાર્જ ૪ અંતર દુશમન દુષ્ટ હરામી, દુરે તે ગત જામીજી; જ્ઞાન વિમલ ગુણની પ્રભુતાઈ, સહજ સ્વભાવે પામીજી પાર્શ્વ પ
(રાગ-આજ મારે એકાદશી રે). પાર્થ પ્રભુનાં ચરણ નમીને, અરજ કરૂં ગુણખાણી; મિથ્યાદેવની મૂર્તિ સેવી, સાહિબ તુમ છો જ્ઞાની, હો પ્રભુજી! એહવો હું છું અનાથી, સાહિબ તુમે સોભાગી હો પ્રભુજી ૧ ગીત અજ્ઞાન નાટકમાં હું ભમિયો, કુગુરુ તણો ઉપદેશ રંગભર રાતો ને મદભર માતો, ભમિયો દેશવિદેશ. હો પ્રભુજી એ. ૨ જિનપ્રાસાદમેં જયણા ન કીધી, જીવદયાથી હું નાઠો; ધર્મ ન જાણ્યો મેં જિનજી તુમારો, હૃદય કર્યો ઘણો કાઠો. હો પ્રભુજી! એ૦ ૩ પરનિંદામાંહે રહું પૂરો, પાપ તણો છું હું વાસી; કહો સાહિબ શી ગતિ હમારી, ધર્મસ્થાનક ગયા નાશી. હો પ્રભુજી! એ૦ ૪ ત્રણ ભુવનમાં ભમતાં ભમતાં, કોઈએ ભાળ ન બતાવી; મહાદાતાર જિનેશ્વર મોટા, મહેર વિપુલના વાસી. હો પ્રભુજી એ. ૫ કોઈ એક પુરવ પુન્ય સંયોગે, આરજકુલ અવતરિયો; પુણ્ય સંયોગે જિનવર મળિયા, ભવના ફેરા ટળિયા. હો પ્રભુજી ! એ. ૬ તે માટે હું અરજ કરીને, આવ્યો છું દુ:ખ વાસી; મિથ્યાદેવની મૂર્તિ મૂકી, ચાકરી કરૂં તુમ ખાસી. હો પ્રભુજી ! એ૦ ૦ વામાદેવીના નંદન સુણજો, આતમ અરજ અમારી; મન મોહ્યું જિનજી તુમ સાથે, તારી મૂરતિ ઉપર જાઉ વારી. હો પ્રભુજી! એ૦ ૮.
For Private And Personal Use Only