________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ મારો મુજરો) મોહન ! મુજરો લેજો રાજ ! તુમ સેવામાં રહેશું, વામાનંદન જગદાન દન, જેહ સુધારસ ખાણી;
મુખને મટકે લોચન લટકે, લોભાણી ઇન્દ્રાણી. મોહન. ૧ ભવ પટ્ટણ ચિહું દિશિ ચારે ગતિ, ચોરાશી લખચઉટા; ક્રોધ માન માયા લોભાદિક, ચોવટિયા અતિ ખોટા. મોહન ૨ મિથ્યા મહેતો કુમતિ પુરોહિત, મદન સેનાને તોરે લાંચ લઇ લખ લોક સંતાપે, મોહ કંદર્પને જોરે. મોહન. ૩ અનાદિ નિગોદ તે બંદીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંક્યો. મોહન. ૪ ભવસ્થિતિ કર્મ વિવર લઈ નાઠો, પુણ્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકલૅન્દ્રિયપણું ઓળંગી, પંચેન્દ્રિયપણું લાધ્યો. મોહન ૫ માનવભવ આરજકુળ સદ્ગુરુ, વિમલ-બોધ મળ્યો મુજને; ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મોહન. ૬ પાટણમાંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેચ્યા. મોહન. ૦ સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું ખિમાવિજય જિન ચરણ રમણ સુખ, રાજ પોતાનું લીધું. મોહન ૮
૫૪)
પાર્શ્વ જિનેશ્વર શિવગતિ પામી, પ્રભુ મુજ અંતરયામીજી; પુણ્ય પસાથે સેવા પામી, હું પ્રણમું શિરનામીજી. પાર્થ. ૧ અહનિશ તુમ ધ્યાને હું ધામી, દુરિત દુર્ભગતા વામીજી આતમરામી તું જિનનામી, ગતનામી નિઃકામી જી. પાર્જ ૨
For Private And Personal Use Only