________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખ પૂરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે. શંખે. ૧૦ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવંછિત પૂરે; એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈને રાજે રે. શંખે૧૧ નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ; રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે.શંખે ૧૨ અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે; જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. શંખે. ૧૩
(રાગ- વીરકુંવરની વાતડી) દાદા પારસનાથને નિત્ય નમીયે રે, નિત્ય નમીયે રે, નમિયે તો ભવ નહિ ભમીએ, હાંરે ચિત્ત આણી ઠામ. દાદા ૧ વામા ઉર સર હંસલો જગદીવો, જગતારક પ્રભુ ચિરંજીવો. એનું દર્શન અમૃત પીર્વો, હાંરે દીઠે સુખ શાચ. દાદા૦ ૨ અશ્વસેન કુલ ચન્દ્રમા જગનામી, અલવેસર અંતરજામી, ત્રણ ભુવનની ઠકુરાઈ પામી, હાંરે દીઠે સુખ થાય. દાદા૩ પરમાતમ પરમેસરૂ જિનરાય, જસ ફણીપતિ લંછન પાય, કાશીદેશ વાણારસી રાય, હાંરે જપીએ શુદ્ધ પ્રેમ. દાદા૪ ગણધર દશ દ્વાદશાંગીના ધરનાર, સોળ સહસ મુનિવર ધાર, અડતીસ સહસ સાહુણી સાર, હાંરે રૂડો જિન પરિવાર. દાદા પ નીલવરણ નવ હાથ સુંદર કાચ, એકશત વર્ષ પાડ્યું આય; પાપા પરમ મહોદય હાય, હાંરે સુઘ સાદિ અનંત. દાદા ૬ જિન ઉત્તમપદ સેવના સુખકારી રૂપકીર્તિ કમલા વિસ્તારી, મુનિ સોમવિજય જયકારી, પ્રભુજી પરમ કૃપાલ દાદા છે
For Private And Personal Use Only