________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
M ૨૯૮ જનક રાજા કાલ મુખે અશન શીકાલે વસન, શ્રમ સુખાસન રણે ઉદક દાઈ સુગુણ નર સાંભરે વિસરે નહિ કદા, પાસજી તું સદા છે સખાઈ. ૬ માત તું તાત તું ભાત તું દેવ તું, દેવ દુનિયામાં દૂજે ન વહાલો; શ્રી શુભવીર જગ જીત ડંકો કરે, નાથજી નેક નયણે નિહાલો. ૭
નિત્ય સમરૂં સાહિબ સચણાં, નામ સુણતાં શીતલ શ્રવણાં, જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલસે વયણાં રે; શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખે. ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું લીજે; અરિહાપદ પજવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શંખે ૨ સંવેગે તજી ઘરવાસો, પ્રભુ પાર્શ્વના ગણધર થાશો; તવ મુક્તિપુરીમાં જાશો, ગુણિલોકમાં વચણે ગવાશો રે. શંખે. ૩ એમ દામોદર જિનવાણી અષાઢી શ્રાવકે જાણી; જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે રે. શંખે ૪ ત્રણ કાલ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ માનિક થાવે, તે પ્રતિમા પણ તિહા લાવે રે. શંખે. ૫ ઘણાં કાળ પૂજી બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલોકના કષ્ટ નિવાર્યા, જ્યારે પાર્શ્વપ્રભુજી પધાર્યા રે. શંખે ૬ ચદુસેન રહા રણ ઘેરી, જીત્યા નવિ જાયે રી; જરાસંઘે જરા તવ મેલી, હરિ બલ વિના સઘળે ફેલી રે. શંખે છે નેમીશ્વરચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાલી; તૂઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે. શંખે ૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રુજી; છંટકાવ ન્હાવણ-જલ જોતી, જાવની જરા જાય રોતી રે, શંખે ૯
For Private And Personal Use Only