________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ શું નેહ નહિ મુજ કાચો, ઘણહિ ન ભાંજે હિરો જાયો, દેતાં દાન કાંઈ વિમાસો, લાગ્યો મુજ મન એહિ તમાસો. ૨ કેડે લાગ્યો તે પ્રભુ કેડ ન છોડે, દીયો વાંછિત સેવક કર જોડે, અક્ષય ખજાનો પ્રભુ તુજ નવિ ખૂટે, હાથ થકી તો શું નવિ છૂટે? ૩ જો ખીજમતમાં ખામી દાખો, તો પણ નિજ જાણી હિત રાખો. જેને દીધું છે પ્રભુ તેહિજ દેશે, સેવા કરશે તે ફળ લેશે. ૪ ધેનુ કૂપ આરામ સ્વભાવે, દેતાં દેતાં પ્રભુ સંપત્તિ પાવે, તિમ મુજને પ્રભુ જો ગુણ દેશો, તો જગમાં જશ અધિકો વહેશો. ૫
અધિકું ઓછું પ્રભુ કિશું કહા, જિમ તિમ સેવક ચિત્ત મનાવો, માંગ્યા વિના તો માય ન પીરસે, એહ ઉખાણો સાચી દિસે. ૬ એમ જાણીને પ્રભુ વિનંતી કીજે, મોહનગારા મુજરો લીજે, વાચક યશ કહે ખમીયે આસંગો, દીઓ શિવસુખ ધરી અવિહડ રંગો. છ
સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા, વિશ્વ વિખ્યાત એકાંત આવો; જગતના નાથ મુજ હાથ ઝાલી કરી, આજ કિમ કાજમા વાર લાવો? ૧ હૃદય મુજ રંજણો શત્રુ દુઃખ ભંજણો, ઇષ્ટ પરમિષ્ટ મોહે તેહિ સાચો; ખલક ખિજમત કરે વિપત્તિ સમે ખિણ ભરે, નવિ રહે તાસ અભિલાષ કાચો. ૨ ચાદવા રણજણે રામ કેશવ રણે, જામ લાગી જરા નિંદ સોતી; સ્વામી શંખેશ્વરા ચરણ જલ પામીને, ચાદવાની જરા જાય રોતી ૩ આજ જિનરાજ! ઉંઘે કિરૂં? આ સમે, જાગ મહારાજ! સેવક પનોતા; સુબુદ્ધિ મલ્વે ટલે ધૂતે દોલત હરે, વીર હાકે રિપુવૅદ રોતા. ૪ દાસ છું જન્મનો પુરીએ કામના, ધ્યાનથી માસ દશ દોય વીત્યા; વિકટ સંકટ હરો નિકટ નયણાં કરો, તો અમે શત્રુ નૃપતિ; જીત્યા. ૫
For Private And Personal Use Only