________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૬+
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
જિનજી ગોડીમંડન પાસ કે વિનંતિ સાંભળો રે લો જિનજી અરજ કરૂ સુવિલાસ કે મૂકી આમળો રે લો જિનજી તુમ દરિસણ કે કાજ કે જીવડો ટળવળે રે લો જિનજી મહેર કરી મહારાજ કે આશા સવી ફળે રે લો...૧
જિનજી મન ભમરો લલચાય કે પ્રભુની ઓલગે રે લો જિનજી જીમતિમ મેલો થાય કે તે કરજો વગે રે લો જિનજી દૂર થકા પણ સ્નેહ કે સાચો માનજો રે લો જિનજી તુમથી લહુ ગુણગેહ કે અમૃતપાન જો રે લો....૨
જિનજી પ્રભુશુ બાંધ્યો પ્રેમ કે તે કેમ વિસરે રે લો જિનજી બીજા જોવા નિમ કે પ્રભુથી દિલ ઠરે રે લો જિનજી જોતા તાહરૂ રૂપકે અનુભવ સાંભરે રે લો જિનજી તાહરી જ્યોતિ અનૂપ કે, ચિંતા દુઃખ હરે રે લો...૩
જિનજી એઠુ ભોજન ખાયકે, મિઠાઈની લાલચે રે લો જિનજી આતમને હિત થાય કે પ્રભુના ગુણ ચિંતને રે લો જિનજી કર્મ તણો બલ જોર કે તેહથી તારીયે રે લો જિનજી સમકિતના જે ચોર કે તેહને વારીયે રે લો...
જિનજી નિજ સેવક જાણીને મુક્તિ બતાવીયે રે લો જિનજી કરુણારસ આણીને કે મનમા લાવીયે રે લો જિનજી વાચક સહજ સુંદરનો સેવક કહે રે લો જિનજી પંડિત શ્રી નિત્ય લાભ કે પ્રભુથી શિવલહે રે લો...
.૫
(૪૪
(તુ પ્રભુ મારો)
શંખેશ્વર મંડણ પાર્શ્વજિણંદા, અરજ સુણો ટાળો દુઃખ દંદા, તું સાહિબ હું છું તુજ બંદા. પ્રીત બની જૈસી કૈરવ ચંદા. ૧
For Private And Personal Use Only
++++++