________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪*****************
પ્રભુ ત્રેવીશમા જિનરાયા રે, માતા, વામાદેવીના જાયા રે; અમને દરિશન ધોને દયાળા, અહો ૬
હું તો લળીલળી લાગું પાચ રે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ માણેકવિજય ગુણ ગાય. અહો
(૪૧
શ્રી ચિંતામણિ પાસજી, દાદા વાત સુણો એક મોરી રે; માહરા મનના મનોરથ પૂરજો, હું તો ભક્તિ ન છોડું તોરી રે. શ્રી૦ ૧
માહરી ખિજમતમાં ખામી નહિ, તાહરે ખોટ ન કાંઈ ખજાને રે હવે દેવાની શી ઢીલ છે ? શું કહેવું તે કહીએ થાને રે. શ્રી૦ ૨
તે નિરુણ સવિ પૃથ્વી કરી, ધન વરસી વરસી દાને રે માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાન રે.શ્રી ૩
હું તો કેડ ના છોડું તાહરી, લીધા વિણ શિવસુખ સ્વામીરે મૂરખ તે ઓછે માનશે, ચિંતામણિ કરયલ પામી રે. શ્રી ૪ મત કહેશ્યો તુજ કર્યું નથી, કર્મે છે તો તું પામ્યો રે મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તૂજ થામ્યો રે ? શ્રી ૫
કાલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસો રે મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબલ વિશ્વાસો રે. શ્રી૦ ૬
અમે ભક્ત મુક્તિન ખેંચશું, જિમ લોહને ચમક પાષાણો રે તુમ્હે હેજે હસીને દેખશો, કહેશો સેવક છે સપરાણો રે. શ્રી
ભક્તિ આરાધ્યાં ફળ દીએ, ચિંતામણિ પણ પાષાણો રે વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભક્તિ તે જાણો રે. શ્રી૦ ૮ બાળક તે જિમ તિમ બોલતો, કરે લાડ તાતને આગે રે તે તેહશું વાંછિત પૂરવે, બની આવે સઘળું રાગે રે. શ્રી ૯
*****************
For Private And Personal Use Only