________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી મત્સર મોહ મમત ગયો, અરિહા નિરિહા નિર્દોષ, સા. ધરણેન્દ્ર કમઠ સુર બિહું પરે, તુષ માત્ર નહી તોષ રોષ સારુ આ૦ ૫ અચરિજ સુણજો એક તેણે સમે, શત્રુને સમકિત દાય; સાવ ચંદન પારસ ગુણ અતિ ઘણાં, અક્ષર થોડે ન કહાય. સા. આ૦ ૬ જાગરણ દશા ઉપર ચઢ્યા, ઉજાગરણે વીતરાગ; સા. આલંબન ધરતા પ્રભુ તણું, પ્રભુતા સેવક સૌભાગ્ય. સાવ આવે ઉપાદાન કારણકારજ સઘ, અસાધારણ કારણ નિત્ય; સા. જો અપેક્ષા કારણ ભવિ લહે, ફલદા કારણ નિમિત્ત. સાઆ૦ ૮ પ્રભુ ગાયક સાયકતા ધરી, દાયક નાયક ગંભીર, સા. નિજ સેવક જાણી નિવાજીયે, તુમ ચરણે નમે શુભવીર.સા. આo ૯
(૪૦) અહો ! અહો ! પાસજી ! મુજ મળિયા રે,
મારા મનના મનોરથ ફળિયા. અહીં તારી મૂરતિ મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી;
તમને મોહી રહ્યાં સુર નરનારી. અહો- ૧ અલબેલી મૂરત પ્રભુ! તારી રે, તારા મુખડા ઉપર જાઉં વારી રે;
નાગને લીધો ઉગારી. અહો; ૨ ધન્ય ધન્ય દેવાધિદેવા રે, સુરલોક કરે તારી સેવા રે;
અમને આપો ને શિવપુર મેવા. અહો, ૩ તમે શિવરમણીના રસિયા રે, જઇ મુક્તિપુરીમાં વસીયા રે,
મારા હૃદયકમળમાં વસિચા. અહો૪ જે કોઈ પાર્શ્વતણા ગુણ ગાશેરે, ભવભવનાં પાતક જાશે રે,
તેના સમકિત નિરમળ થાશે. અહો !
For Private And Personal Use Only